રાહુલ ગાંધીએ 12 વર્ષના એક બાળકને કરેલો વાયદો નિભાવ્યો

0
2

કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ 12 વર્ષના એક બાળકને કરેલો વાયદો નિભાવ્યો છે. રાહુલ ગાંધી કન્યાકુમારીની યાત્રા પર હતા ત્યારે તેમણે રસ્તા પર ખુલ્લા પગે પૂર્વ સીએમ કામરાજનુ પોસ્ટર લઈને ઉભેલા એક 12 વર્ષના બાળકને જોયો હતો.તે વખતે રાહુલ ગાંધીએ ચા પીવા માટે રસ્તા પરના એક સ્ટોલ પાસે પોતાની ગાડી રોકાવી હતી.

તે સમયે રાહુલ ગાંધીએ એન્ટની ફેલિક્સ નામના આ બાળક સાથે વાત કરી હતી અને રાહુલ ગાંધીએ તેને પૂછ્યુ હતુ કે તને શું કરવાનુ વધારે પસંદ છે ત્યારે બાળકે રાહુલ ગાંધીને કહ્યુ હતુ કે, હું 100 મીટરની રેસમાં ભાગ લેતો હોઉં છુ અને તે વખતે રાહુલ ગાંધીએ આ બાળકને સ્પોર્ટસ શૂઝ મોકલી વાયદો કર્યો હતો , સાથે સાથે તેની ટ્રેનિંગ માટે પણ મદદ કરવાની ખાતરી આપી હતી. રાહુલ ગાંધીએ પોતાનો વાયદો નિભાવ્યો છે અને ફેલિક્સને સ્પોર્ટસ શૂઝ મોકલી આપ્યા છે.આ જોઈને ફેલિક્સ ખુશખુશાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here