રાહુલ ગાંધીએ દિલ્હીની શાળાઓ મામલે નિવેદન આપ્યું, આમ આદમી પાર્ટીએ ઈંદિરા ગાંધીની વાત યાદ અપાવી

0
5

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે આસામના દિબ્રુગઢ ખાતે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા અને તે સમયે દિલ્હીની સરકારી શાળાઓની પ્રશંસા કરી હતી. રાહુલ ગાંધીએ દિલ્હીની શાળાઓ મામલે જે નિવેદન આપ્યું તેને લઈ આમ આદમી પાર્ટીએ તેમને ઈંદિરા ગાંધીની વાત યાદ અપાવી હતી.

દિબ્રુગઢ ખાતે કોલેજના વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દિલ્હીમાં સરકારી શાળાઓ પર જે કામ થયું છે તેની શરૂઆત શીલા દીક્ષિતના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર વખતે થઈ હતી. પરંતુ કેજરીવાલ સરકાર તે કામોનું માર્કેટિંગ કરી રહી છે.

આમ આદમી પાર્ટીએ રાહુલ ગાંધીના આ નિવેદન મામલે તેમના પર નિશાન સાધીને એક ટ્વીટ કરી હતી. આમ આદમી પાર્ટીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘રાહુલ ગાંધી, એક વખત તમારા દાદીએ કહ્યું હતું કે વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા જે કામ કરે છે અને બીજા જે આ કામોની ક્રેડિટ લે છે. માટે હંમેશા પહેલાવાળી શ્રેણીમાં ઉભા રહેવા પ્રયત્ન કરો કારણ કે ત્યાં ઓછી સ્પર્ધા છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here