સરકારની નીતિ પર રાહુલ ગાંધી : કોંગ્રેસ નેતાએ કહ્યું-કોરોના,નોટબંધી,GSTની નિષ્ફળતા હાર્વર્ડ માટે કેસ સ્ટડી; ભાજપે રાજવંશી કહી કર્યો વળતો પ્રહાર

0
0

નવી દિલ્હી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારની નીતિઓ પર સોમવારે ફરીથી નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, કોવિડ-19, નોટબંધી અને GSTના મામલામાં સરકારની નિષ્ફળતા ભવિષ્યમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે કેસ સ્ટડી હશે. આ પહેલા રાહુલ ઘણી વખત લોકડાઉનની સ્ટ્રેટજીને ફેઈલ ગણાવી ચુક્યા છે.

રાહુલે લોકડાઉનના પ્રારંભિક દિવસોનો પીએમ મોદીનો એક વીડિયો શેર કર્યો છે. મોદીએ કહ્યું હતું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું, પરંતુ કોરોના વિરુદ્ધ લડાઈ 21 દિવસ સુધી ચાલશે. રાહુલે આ અંગે કટાક્ષ કરતા બતાવ્યું છે કે દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે અને દુનિયામાં ભારત કેટલા ક્રમે પહોંચી ગયું છે.

ભાજપે કહ્યું- રાહુલનું વલણ ગેરજવાબદારી ભર્યું

તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ચીન મુદ્દે રાહુલ પર કટાક્ષ કર્યો છે. નડ્ડાએ કહ્યું કે, રાહુલે ડિફેન્સ પર સ્ટેંડિંગ કમિટિની એક પણ મીટિંગમાં હાજરી નથી આપી. તે સતત દેશનું મનોબળ તોડી રહ્યા છે, આપણા સૈનિકોની વીરતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. સાથે જ એવા દરેક કામ કરી રહ્યા છે જે જવાબદાર વિપક્ષે કરવા જોઈએ.

‘કોંગ્રેસમાં સક્ષમ નેતા, પણ રાજવંશ આગળ નહીં વધવા દે’

નડ્ડાએ કહ્યું કે, રાહુલ મહાન રાજવંશીય પરંપરાઓ સાથે જોડાયેલા છે, જ્યાં ડિફેન્સના મામલામાં કમિટિ નહીં પણ કમિશન  મહત્વનું છે. કોંગ્રેસમાં ઘણા સક્ષમ લોકો છે જે સંસદીય મામલાને સમજે છે, પરંતુ રાજવંશ તેમને આગળ ક્યારે નહીં વધવા દે. આ દુઃખની વાત છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here