Sunday, September 19, 2021
Homeરાહુલ ગાંધીએ કહ્યુ, નથી ટેસ્ટિંગ, નથી હોસ્પિટલમાં જગ્યા, નથી વેન્ટિલેટર પણ ઉત્સવનો...
Array

રાહુલ ગાંધીએ કહ્યુ, નથી ટેસ્ટિંગ, નથી હોસ્પિટલમાં જગ્યા, નથી વેન્ટિલેટર પણ ઉત્સવનો ઢોંગ થઈ રહ્યો છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં કોરોનાની સ્થિતિને લઈને ફરી મોદી સરકારની ઝાટકણી કાઢી છે.

પીએમ મોદીએ તાજેતરમાં રસીકરણને ઉત્સવ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેના પર રાહુલ ગાંધીએ નિશાન સાધતા કહ્યુ છે કે, સરકાર ઉત્સવનો ઢોંગ કરી રહી છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર કહ્યુ હતુ કે, નથી ટેસ્ટિંગ થઈ રહ્યુ- નથી હોસ્પિટલમાં બેડ-નથી વેન્ટિલેટર- નથી ઓક્સિજન અને નથી વેક્સીન..બસ ઉત્સવ એક ઢોગ છે.શું પીએમ મોદીને ખરેખર દેશની પડેલી છે ખરી?

રાહુલ ગાંધીએ એવા સમયે આ નિવેદન આપ્યુ છે જ્યારે દેશમાં કોરોનાન રોજ નવા દર્દીઓની સંખ્યા 2 લાખને પાર થઈ ગઈ છે. દુનિયામાં રોજના બે લાખ દર્દીઓનો આંકડો આ પહેલા અમેરિકામાં જ પાર થયો હતો. ભારતમાં સંખ્યાબંધ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની ગઈ છે અને દર્દીઓની હાલત કફોડી છે. સંખ્યાબંધ રાજ્યોએ હવે ગતિવિધિઓ પર નિયંત્રણો મુકવા માંડ્યા છે. સંક્રમણના કારણે ધો.10ની સીબીએસઈની બોર્ડ પરીક્ષા રદ કરાઈ છે અને ધો.12ની પરીક્ષાની તારીખો પાછી ઠેલવામાં આવી છે.

દિલ્હીમાં પણ વીકએન્ડમાં લોકડાઉનની જાહેરાત કરાઈ છે.મુંબઈમાં પણ લોકડાઉન જેવા નિયંત્રણો મુકી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments