લોન ડિફોલ્ટ પર ચર્ચા : પ્રકાશ જાવડેકરે કહ્યું- રાહુલ ગાંધીએ પી ચિદમ્બરમ પાસેથી ટ્યુશન લેવું જોઈએ; રાઈટ ઓફનો અર્થ દેવું માંફી નથી થતો

0
9

નવી દિલ્હી. લોન ડિફોલ્ટર્સના મુદ્દે ભાજપ અને કોંગ્રેસમાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીને જવાબ આપ્યાના 13 કલાક બાદ પ્રકાશ જાવડેકરે પણ રાહુલ પર કટાક્ષ કર્યો છે. જાવડેકરે બુધવારે કહ્યું- રાહુલ ગાંધી સમજી લે કે રાઈટ ઓફનો અર્થ માંફી થતો નથી. મોદી સરકારે કોઈનું પણ એક પૈસાનું દેવું માફ કર્યું નથી. ભમ્ર ફેલાવાથી ફાયદો થશે નહિ. રાહુલ ગાંધીએ રાઈટ ઓફ અને વેવ ઓફનો ભેદ સમજવા માટે પી ચિદમ્બર પાસેથી ટ્યુશન લેવું જોઈએ. જાવડેકરે કહ્યું કે રાઈટ ઓફ એકાઉન્ટિંગની નોર્મલ પ્રોસેસ છે. તે બેન્કોને ડિફોલ્ટરની વિરુદ્ધ કાર્યવાહી કરવા કે રિકવરી કરવાથી અટકાવતી નથી.

રાહુલે કહ્યું હતું- આરબીઆઈએ ભાજપના મિત્રોના નામ બેન્ક ચોરના લિસ્ટમાં મૂક્યા

એક આરટીઆઈના જવાબમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બર 2019 સુધી 50 કંપનીઓની 68 હજાર 607 કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરવામાં આવી હતી. આ માહિતી મંગળવારે પ્રકાશમાં આવી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે સંસદમાં મેં સીધો સવાલ પૂછ્યો હતો, મને દેશના 50 સૌથી મોટા બેન્ક ચોરના નામ જણાવો. નાણાં મંત્રીએ જવાબ આપવાથી ઈન્કાર કર્યો. હવે આરબીઆઈએ નીરવ મોદી, મેહુલ ચોકસી સહિત ભાજપના મિત્રોના નામ બેન્ક ચોરના લિસ્ટમાં મૂક્યા છે.

કોંગ્રેસે ભાજપ પર ભાગેડુંઓને સાથ આપવાનો આરોપ લગાવ્યો

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું હતું કે બેન્ક લૂટારાઓ દ્વારા પૈસા લૂટો-વિદેશ જાઓ-લોન માફ કરાવો ટ્રાવેલ એજન્સીનો પર્દાફાશ. ભાગેડુંઓનો સાથ-ભાગેડુંઓની લોન માફ બન્યો છે ભાજપ સરકારનો મૂળમંત્ર. લધુ ઉદ્યોગ, દુકાનો, વ્યવસાય ઠપ્પ થઈ ગયા, તેમ છતાં મોદી સરકાર દ્વારા બેન્ક ડિફોલ્ટરને 68 હજાર 607 કરોડ રૂપિયાની માંફી અપાઈ રહી છે.

કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છેઃ નિર્મલા સીતારમણ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાતે 11 વાગે એક પછી એક 13 ટ્વિટ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસને જવાબ આપ્યો હતો. નાણાં મંત્રીએ કહ્યું કે રાહુલ અને સુરજેવાલે લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધીએ રાઈટ ઓફ વિશે જાણવા માટે ડો. મનમોહન સિંહ સાથે વાત કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here