Sunday, March 16, 2025
HomeADC બેંક માનહાનિ કેસમાં રાહુલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થશે, સર્કિટ હાઉસમાં...
Array

ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થશે, સર્કિટ હાઉસમાં નેતાઓને મળશે

- Advertisement -

અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેઓ કોર્ટમાં હાજર થાય તે પહેલા એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેઓ કોંગ્રેસના નેતાઓને મળશે ત્યારબાદ ત્યાંથી કોર્ટ માટે રવાના થશે. કોંગ્રેસ પાર્ટીએ એરપોર્ટથી લઇને અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી સ્વાગત કરી રહી છે. એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે તેમની જુબાની લેવામાં આવશે.

રાહુલ નોટબંધી સમયે બ્લેકના વ્હાઈટ કર્યાનો આરોપ લગાવ્યો હતો
એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ગઈ 27 મેએ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ રૂ. 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો.

કોંગ્રેસ સ્વાગત માટે તૈયાર
અમદાવાદની મેટ્રો કોર્ટમાં એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ તેમનું સ્વાગતની તૈયારી કરી હતી અને ઠેરઠેર રાહુલ ગાંધીને આવકારતાં બોર્ડ લગાવ્યા હતા. તેના માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. .

રાહુલને કેસના ડોક્યુમેન્ટની ટ્રાન્સલેટ કોપી આપવા આદેશ
ગુજરાતી આવડતું ન હોવાથી માનહાનિના કેસના તમામ ડોક્યુમેન્ટની કોપી ટ્રાન્સલેટ કરીને રાહુલને આપવા કોર્ટમાં રજુઆત કરાઈ છે. જેમાં કોર્ટે સર્ટિફાઈડ તમામ ડોક્યુમેન્ટ્સ રાહુલ ગાધીના વકીલને આપવાનો હુકમ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular