ગેંગરેપ કેસમાં હોબાળાનો ત્રીજો દિવસ : રાહુલ ગાંધી આજે ફરી હાથરસ માટે રવાના થશે, 2 દિવસ પહેલાં યોગીસરકારની પોલીસે તેમને રસ્તામાં જ રોકી લીધા હતા

0
0

હાથરસ ગેંગરેપની ઘટના વિશે હોબાળા દરમિયાન કોંગ્રેસનેતા રાહુલ ગાંઘી આજે ફરી હાથરસ જવા માટે રવાના થશે. તેમની સાથે અમુક કોંગ્રેસ સાંસદ પણ જવાના છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ પહેલાં ગુરુવારે રાહુલ અને પ્રિયંકાને હાથરસ જતી વખતે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યાં હતાં. બંનેની યુપી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમને કહ્યું હતું કે તમે કલમ 188નો ભંગ કર્યો છે.

પોલીસે રાહુલ ગાંધીનો કોલર પકડ્યો હતો અને ધક્કામુક્કીમાં તેઓ નીચે પણ પડી ગયા હતા. એ સમયે રાહુલના હાથમાં થોડી ઈજા પણ થઈ હતી. રાહુલ અને પ્રિયંકાની 4 કલાક અટકાયત કર્યા પછી તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં. બંને હાથરસના બુલીગઢ ગામ જઈને ગેંગરેપ પીડિત પરિવારને મળવા માગતાં હતાં.

રાહુલ ગાંધીનું ટ્વીટ- પીડિત પરિવાર સાથે થતો વ્યવહાર મને મંજૂર નથી

પીડિત ગામમાં પોલીસ કોઈને જવા નથી દેતી

પોલીસ આજે રાહુલને ફરી રોકશે, કારણ કે સમગ્ર હાથરસ જિલ્લામાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. સીમા સીલ કરી દેવામાં આવી છે અને કોઈને પણ ગેંગરેપ પીડિતના ગામ (બુલીગઢ)માં એન્ટ્રી આપવામાં આવતી નથી. મીડિયાને પણ અંદર જવા દેવામાં આવતું નથી. પોલીસનું કહેવું છે કે મીડિયાએ SITની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું- પીડિત પરિવારને કેદ કરીને ધમકીઓ અપાઈ રહી છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here