Monday, October 18, 2021
Homeરાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું નિર્મલાજીને બરખાસ્ત કરો અને જવાબદારીમાંથી...
Array

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું નિર્મલાજીને બરખાસ્ત કરો અને જવાબદારીમાંથી છટકો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કટાક્ષ કરતા કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણને દુર કરીને તમે જવાબદારીમાંથી છટકી શકો છો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે પ્રિય પ્રધાનમંત્રી, અર્થવ્યવસ્થા ઘરાશાયી થઈ છે એન તમારે મંથન કરવું જોઈએ કે જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકાય.

રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે ” તેમ બેખબર નિર્મલાજી તરફ રજુ કરાયેલા બેકાર બજેટનો સહારો લો અને તેમને સસ્પેન્ડ કરો અને તમામ જવાબદારી તેમના પર નાંખી દો. સમસ્યાનું સમાધાન આવી જશે.

આ પૂર્વે કેન્દ્રીય બજેટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અઢી કલાક સુધી સંસદમા બોલ્યા પરંતુ બજેટમા કશું ખાસ નથી.તેમણે દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી દુર કરવા અને બદહાલ અર્થવ્યવસ્થા માટે કોઈ નક્કર પગલા નથી લીધા.

ઉલ્લેખનીય છે કે, દેશની બદહાલ થઈ રહેલી અર્થ વ્યવસ્થાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું છે કે મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને બદથી બદતર કરી દીધી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ” મોદી અને તેમના આર્થિક સલાહકારોની ડ્રીમ ટીમમા સાચે જ દેશની અર્થ વ્યવસ્થાને બદથી બદતર કરી દીધી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની જીડીપી ૭.૫ ટકા હતી અને મોંધવારી ૩.૫ ટકા હતી. જયારે આજે જીડીપી ૩.૫ ટકા અને મોંધવારી ૭. ૫ ટકા છે. નાણામંત્રી અને પ્રધાનમંત્રી પાસે કોઈ વિચાર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments