ચીન સાથે તણાવ મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ, PM મોદીને છોડીને તમામને સેના પર વિશ્વાસ

0
0

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચીન સાથેના વિવાદને પગલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે પ્રહાર કરતા કહ્યું કે ભારત સરકાર લદ્દાખ મામલે ચીનના ઈરાદાનો સામનો કરતા ડરી રહી છે.

ચીનના ઈરાદાનો સામનો કરતા ડરી રહી છે

દેશની સેના પર દરેક ભારતીયને વિશ્વાસ છે ફક્ત પીએમ મોદીને જ નથી

વધુમાં કહ્યું કે દેશની સેના પર બધા જ ભારતીયોને વિશ્વાસ છે ફક્ત પ્રધાનમંત્રી મોદીને નથી.પીએમ મોદીની કાયરતાના લીધે ચીન આપણી જમીન પર હક કરી રહ્યું છે. સાથે જ જણાવ્યું કે આપણી સરકાર ચીની ઈરાદાઓ સામે ડરી રહી છે. દેશની સેના પર દરેક ભારતીયને વિશ્વાસ છે ફક્ત પીએમ મોદીને જ નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે એક ટ્વિટમાં મોદી સરકાર પર નિશાન સાધ્યું

આ અગાઉ પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે એક ટ્વિટમાં મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે ભારત સરકાર લદ્દાખ કેસમાં ચીની ઇરાદાઓનો સામનો કરવાથી ડરી રહી છે. જમીન પરના હાજર પુરાવા સૂચવે છે કે ચીન પોતાની તૈયારી કરી રહ્યું છે અને તેની સ્થિતિને મજબુત બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાનની વ્યક્તિગત હિંમતનો અભાવ અને મીડિયાના મૌનને લીધે ભારતે આની ભારે કિંમત ચૂકવવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here