રાહુલે નાણામંત્રી પર સાધ્યુ નિશાન, આયકર વિભાગની કામ કરવાની રીત પર ઉઠાવ્યા સવાલ

0
24

કેફે કોફી ડે (સીસીડી)ના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થની કથિત આત્મહત્યા તેમજ અમુક મોટા ઉદ્યોગપતિઓ તરફથી અર્થવ્યવસ્થાની સ્થિતિ ઉપર અપાયેલાં નિવેદનો હેઠળ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યુ છે અને દાવો કર્યો છે. આયકર વિભાગ સરકારી મહેસૂલમાં થયેલાં ઘટાડાની ભરપાઈના ઉદ્દેશ સાથે લોકોની પાછળ પડ્યુ છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યુ છેકે, નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યુ હતુકે, હાથીએ ફક્ત બે પાઉન્ડ ચોખા લેવાં જોઈએ. તેણે ધાનનાં આખા ખેતરને નષ્ટ કરવું જોઈએ નહી. આની વચ્ચે આવકવેરા વિભાગના રૂપમાં હાથી ભારતની આવકમાં થતા ઘટાડાની ભરપાઈ કરવા માટે દારૂના નશામાં ચાલે છે.

પાછલાં દિવસોમાં સ્યુસાઈડ કરનારા સિદ્ધાર્થે કથિત રીતે સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે આયકર વિભાગ તરફથી કથિત પજવણીનો ઉલ્લેખ કર્યો હતો. આ નોટની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. તો બીજી તરફ રાહુલ બજાજ અને કિરણ મજૂમદાર જેવાં ઘણા ઉદ્યોગપતિઓએ પણ અર્થવ્યવસ્થાની સ્થિતિ અને આયકર વિભાગને લઈને નિવેદન આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here