રાહુલે ખેડૂતોના સમર્થનમાં દિલ્હીમાં રેલી યોજી

0
5

ખેડૂત આંદોલનનો શુક્રવારે (15 જાન્યુઆરીએ) 51મો દિવસ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચે આજે 10માં તબક્કાની વાતચીત વિજ્ઞાન ભવન ખાતે શરૂ થઈ ગઈ છે. બપોર સુધી મળેલી માહિતી પ્રમાણે મડાગાંઠ યથાવત છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે અમે પંજાબમાં ટ્રાન્સપોર્ટર્સને ત્યાં NIAને ત્યાં પડેલા દરોડા તથા હરિયાણામાં દાખલ કરવામાં આવેલા કેસોના મુદ્દા પણ ઉપસ્થિત કર્યા છે. બેઠક પૂર્વે ખેડૂતોએ કહ્યું હતુ કે અમે ફક્ત કૃષિ કાયદા પાછાં લેવામાં આવે તેમ ઈચ્છીએ છીએ.

આ ઉપરાંત અમારા પાકને MSPની કાનૂની ગેરન્ટી મળવી જોઈએ. ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું છે કે અમે વાતચીત માટે આવ્યા તો છીએ, પણ વધારે આશા નથી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું અમે વાતચીત મારફતે ઉકેલ મેળવવા ઈચ્છીએ છીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે સમિતિ અમને બોલાવશે તો અમે અમારો પક્ષ રજૂ કરશું.

કૃષિ કાયદા વિશે ખેડૂતો સાથે ચર્ચા માટે સુપ્રીમ કોર્ટના આદેશથી 12 જાન્યુઆરીએ 4 નિષ્ણાત સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. 14 જાન્યુઆરી એટલે કે બે દિવસ પછી કમિટીથી ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ ભૂપિન્દ્ર સિંહ માને તેમનું નામ પરત લઈ લીધુ છે. હવે કમિટી 19 જાન્યુઆરીએ ખેડૂતો સાથે પહેલી બેઠક કરશે.

ખેડૂત નેતા અભિમન્યુ કોહરે કહ્યું છે કે, કૃષિ કાયદા સંસદમાં પાસ થયા છે અને સરકાર જાણે છે કે આ કાયદાઓને કોર્ટ નિષ્પ્રભાવી ન કરી શકે. જે ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની સીમા પર બેઠા છે, કેન્દ્ર સરકારે તેમની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરવું જોઈએ. કોઈ કમિટી બનાવી દેવી જ સમાધાન ન હોઈ શકે.

મોદી અને તેમના બિઝનેસમેન મિત્રો બધુ છીનવી લેશે- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોને હવે એ વાત સમજમાં આવી ગઈ છે કે આઝાદી છીનવી લેવામાં આવી છે. હિન્દુસ્તાને આ વાત સમજવાની છે. નરેન્દ્ર મોદી અને 2-3 ઉદ્યોગપતિ મિત્રો તમારું જે પણ છે તે તેઓ (નરેન્દ્ર મોદી) તમારાથી છીનવી લેશે. મીડિયા, IT, પાવરમાં જુઓ, તમને 4-5 બિઝનેસમેન અને નરેન્દ્ર મોદી છે. આ 4-5 લોકો જ દેશ ચલાવે છે. ખેડૂતો અને સામાન્ય લોકો ક્યાંય નથી.

તેઓ વિચારે છે કે માર્ગો પર બેઠેલા ખેડૂતો 10,15,20, 30 દિવસમાં ઉભા થઈ જશે. હું કહેવા માંગુ છું કે દેશના ખેડૂતો ડરશે નહીં. તેઓ નહીં ભાગે, તમારે ભાગવું પડશે. દેશમાં કોઈ જ ડિબેટ થઈ રહી નથી. ફક્ત મોદી જ બોલી રહ્યા છે.

ખેડૂત આંદોલન અપડેટ્સ…

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના ખેડૂતો તેમના અધિકાર માટે સત્યાગ્રહ કરી રહ્યા છે અને દેશવાસીઓએ તેનો ભાગ બનવું જોઈએ. દેશના અન્નદાતા તેમના અધિકાર માટે ઘમંડી મોદી સરકાર સામે સત્યાગ્રહ કરી રહ્યા છે. આજે સમગ્ર દેશ ખેડૂતો પર અત્યાચાર તથા પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો સામે અવાજ બુલંદ કરી રહ્યા છે.

ખેડૂત નેતા દર્શનપાલે કહ્યું, આજની બેઠકમાં વિશેષ કંઈ ઉપજ તેવું દેખાતુ નથી. આ લોકોએ બોલાવ્યા છે અને અમે આવ્યા છીએ, જેથી આરોપ ન લાગે કે અમે બેઠકમાં આવવા ઈચ્છતા ન હતા. સરકાર વિગતવાર ચર્ચા કરી કાયદા અને MSP અંગે નિર્ણય લઈ શકે છે.

વાતચીત અગાઉ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સુપ્રીમ રોક્ટ દ્વારા સમિતિ તૈયાર કરવાનો નિર્ણય આવકાર્ય છે. અમે સમિતિ સમક્ષ અમારા વિચારો રજૂ કરશું અને વાતચીત મારફતે ઉકેલ મેળવવા ઈચ્છીએ છીએ.

ખેડૂતનેતાઓ વિજ્ઞાન ભવન પહોંચ્યા. તેમણે કહ્યું, કૃષિ કાયદો પરત લેવાય એ જ અમારી માંગણી છે. આ જ અમારી આશા છે અને તેણે સરકારે જ પૂરી કરવી પડશે.

સિંધુ અને ટીકરી બોર્ડરથી બસોમાં બેસીને ખેડૂતનેતાઓ વિજ્ઞાન ભવન માટે રવાના થયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here