‘આશિકી’ ફૅમ 52 વર્ષીય રાહુલ રોયને શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક, ICUમાં દાખલ

0
9

1990ની મ્યૂઝિકલ હિટ ફિલ્મ ‘આશિકી’ ફૅમ રાહુલ રોય મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. 52 વર્ષીય રાહુલ ‘કારગિલ’ નામની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ દરમિયાન તેને બ્રેન સ્ટ્રોકનો હુમલો આવતા તાત્કાલિક શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પછી ફિલ્મની ટીમ રાહુલને મુંબઈ લઈ આવી હતી અને અહીંયા તે નાણાવટી હોસ્પિટલના ICUમાં દાખલ છે.

2 દિવસ પહેલાં હોસ્પિટલ લઈ ગયા

રાહુલ રોયની સાથે જ ‘કારગિલ’નું શૂટિંગ કરતા કો-એક્ટર નિશાંત સિંહ મલકાનીએ જણાવ્યું કે ‘થોડાં દિવસ પહેલાં શૂટિંગ દરમિયાન રાહુલ તથા અન્ય ટીમ મેમ્બર્સને લાગ્યું કે તે યોગ્ય રીતે બોલી શકતો નથી. સ્થિતિ વધારે ગંભીર બનતા ટીમ મેમ્બર્સ બે દિવસ પહેલાં જ રાહુલને મિલિટરી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. અહીંયા કહેવામાં આવ્યું કે રાહુલને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. કારિગલથી પછી રાહુલ રોયને શ્રીનગર લઈ જવામાં આવ્યો અને પછી ત્યાંથી મુંબઈની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો.’

-17 ડિગ્રીમાં શૂટિંગ થતું હતું

નિશાંતે વધુમાં કહ્યું હતું, ‘શિડ્યૂઅલ પ્રમાણે રાહુલે માત્ર 4-5 દિવસ જ શૂટિંગ કરવાનું હતું. જોકે, કારગિલમાં વાતાવરણ ઘણું જ ખરાબ હતું. અમે અહીંયા -17 ડિગ્રીમાં શૂટિંગ કરતાં હતાં. આ જ કારણે શિડ્યૂઅલ અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. રાહુલનું ચાર દિવસનું શૂટિંગ દસ દિવસ સુધી ચાલ્યું. વાતાવરણ ખરાબ હોવાને કારણે રાહુલની તબિયત વધુ પડતી બગડી ગઈ હતી. રાહુલની બ્રેન સર્જરી પણ કરવામાં આવી છે. કારગિલનું શૂટિંગ શિડ્યૂઅલ આજે પૂરું થશે અને ટીમ આવતીકાલે મુંબઈ આવવા માટે રવાના થશે.’

ઊંચાઈને કારણે બ્રેન સ્ટ્રોક

ફિલ્મનું શૂટિંગ પર્વતો પર થતું હતું. વધુ ઊંચાઈ હોવાને કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી. ટીમ મેમ્બર્સને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જોકે, શૂટિંગ પૂરું કરવાની ધૂનમાં યુનિટે આ વાતને અવગણી હતી. આનું પરિણામ રાહુલે ભોગવવું પડ્યું હતું. ડૉક્ટર્સે કહ્યું હતું કે રાહુલના મગજના ડાબા હિસ્સામાં લોહી જામી ગયું છે. તેને ઠીક થવામાં સમય લાગશે. ડૉક્ટર્સે આ કેટલા સમયમાં ઠીક થશે તે ચોક્કસ કહ્યું નહોતું. જોકે, તેમણે એમ કહ્યું હતું કે આ ઠીક થવામાં અનેક મહિનાઓ લાગી શકે છે.

ત્રણ દાયકાથી ફિલ્મમાં સક્રિય

રાહુલે 1990માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘આશિકી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનુ અગ્રવાલ લીડ રોલમાં હતી. ત્યારબાદ તે ‘જુનૂન’, ‘ફિર તેરી કહાની યાદ આઈ’, ‘નસીબ’, ‘એલાન’, ‘કૈબ્રે’ જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. ‘બિગ બોસ’ની પહેલી સિઝનમાં રાહુલ રોય વિનર બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here