Tuesday, December 7, 2021
Homeવિડીયો : સુરત : હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, લાખોના મુદ્દામાલ સાથે 99...
Array

વિડીયો : સુરત : હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, લાખોના મુદ્દામાલ સાથે 99 ઝડપાયા

લાખોનો મુદ્દામાલ સહિત 99 લોકોને ઝડપી પાડવામાં આવ્યાં, રેડ દરમિયાન આસિફ ગાંડા સહિત બે લોકો ફરાર થયા

 

 

રાજ્યમાં અવાર નવાર હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડા પડવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવખત સુરત શહેરમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. આ ઘટનામાં વલસાડ પોલીસે 99 આરોપીઓની જુગાર રમતા ધરપકડ કરી છે.

વિડીયો : હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો

 

મળતી વિગત મુજબ, સુરતના બેગમપુરામાં તુલસી ફળિયામાં એક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે બાતમીના આધારે મોટી રેડી પાડી હતી. આ દરમિયાન પોલીસે રંગે હાથ 99 જેટલા જુરીઓને ઝડપી પાડ્યા છે. આ જુગારધામ નામચીન આસિફ ગાંડા દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. રેડ દરમિયાન આસિફ ગાંડો સહિત બે લોકો ફરાર થઈ ગયા છે.

 

 

એક તરફ કોરોનાની મહામારી છે ત્યારે આવા કપરા સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇને જુગાર રમતા જુગારીઓને જરાય પણ સંક્રમણનો ભય ન હતો. એટલું જ નહીં બંધ મકાનમાં જુગારધામ ધમધમતું હતું.

 

 

પોલીસે શટર તોડી રેડ કરી હતી. આસિફ ગાંડાનું જુગારધામ શટર બંધ કરીને ચાલતું હતું. જેથી સૌ પ્રથમ સ્ટેટની ટીમે શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસની રેડની જાણ થતાં જ જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મોટી સંખ્યામાં જુગારીઓને જોતા અને સેન્સિટીવ વિસ્તાર હોવાથી સ્ટેટની ટીમે સ્થાનિક પોલીસની પણ મદદ માંગી હતી. સ્થાનિક પોલીસ આવતાં તમામ જુગારીઓને ઝડપી લેવાયાં હતાં.

 

 

રેડ દરમિયાન પોલીસે લાખોનો મુદ્દામાલ પણ જપ્ત કરે છે. સિલાઈ મશીનના કામની આડમાં જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments