Tuesday, October 26, 2021
Homeરાજકોટ : રીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં દરોડો, 18 શખ્સ જુગાર રમતા રૂ.8.13 લાખ...
Array

રાજકોટ : રીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં દરોડો, 18 શખ્સ જુગાર રમતા રૂ.8.13 લાખ સાથે ઝડપાયા

રાજકોટ. ગોંડલ તાલુકાના રીબડામાં આવેલી અનિરૂધ્ધસિંહની વાડીમાં ચાલતી જુગાર ક્લબ પર જિલ્લા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા 18 શખ્સોને રૂ.8.13 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસે રોકડ, કાર અને મોબાઇલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના દરોડાથી જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ ગોંડલ હાઇવે પર રીબડામાં આવેલી અનિરૂધ્ધસિંહ જાડેજાની વાડીમાં કુખ્યાત બુકી દીપકસિંહ જાડેજા ક્લબ ચલાવતો હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને હકીકત મળતા જિલ્લા પોલીસની ટુકડી ખાબકી હતી. વાડીમાં પોલીસ પહોંચતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસ વડા મીણાએ જણાવ્યું હતું કે, સ્થળ પરથી 18 શખ્સોને રોકડા રૂ.8,13,200ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી એક ફોર્ચ્યુનર કાર અને મોબાઇલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એસ.પી. મીણાએ કહ્યું હતું કે, વાડી રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની માલિકીની છે, જોકે તે સ્થળ પરથી મળી આવ્યા નહોતા.

પોલીસે અનેક પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ ચાલુ કરી

રીબડામાં ચાલતી ક્લબ પર પોલીસના દરોડાની વાત વાયુવેગે ફેલાઇ જતાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી. રાજકોટ નામચીન બુકી દિપકસિંહે કેટલાક સમયથી ક્લબ ચાલું કરી હતી અને જુગારીઓને પોલીસ દરોડાનો ભય નહી રાખવાનું કહીને બોલાવવામાં આવતા હતા. પોલીસે દરોડો પાડીને ક્લબ સંચાલક અને તેને રક્ષણ આપનારાઓને કરારો જવાબ આપ્યો હતો. જો કે ક્લબ લાંબા સમયથી ચાલતી હતી ત્યારે સ્થાનિક પોલીસ આ બાબતથી અજાણ હોવાની વાત કોઇને ગળે ઉતરતી નહોતી. જુગાર ક્લબ કોના આશીર્વાદથી ચાલતી હતી, પડદા પાછળ કોની ભુમિકા છે સહિતના મુદ્દે તપાસ કરવાનો તેમજ વાડી માલિક અનિરૂધ્ધસિંહ જાડેજા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો એસ.પી.મીણાએ નિર્દેષ આપ્યો હતો.

સ્થાનિક પોલીસ અધિકારી સામે તોળાતા પગલાં

રીબડામાં હાઇવે નજીક જ આવેલી અનિરૂધ્ધસિંહ જાડેજાની વાડીમાં લાંબા સમયથી જુગાર ક્લબ ચાલતી હોવાની જિલ્લા પોલીસ વડાને હકીકત મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. હાઇવે પર જ આવેલી વાડીમાં ક્લબ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ અધિકારીને આ બાબતની જાણ નહોવા અંગે અનેક સવાલો ઉઠ્યા છે, ત્યારે જુગાર ક્લબનો રેલો સ્થાનિક પોલીસ અધિકારી સુધી પહોંચશે અને તેની સામે ખાતાકીય પગલાં તોળાઇ રહ્યાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments