મંદિર-મસ્જિદ પર દરોડા પાડો, ગેરન્ટી લઇ શકુ છું કે મંદિર-ગુરુકુળમાંથી હથિયાર નહીં મળે: બાબા રામદેવ

0
9

 

 હરિદ્વાર: 8

પતંજલિ યોગપીઠ દ્વારા સંચાલિત આચાર્યકુલમને લઇને કરવામાં આવી રહેલા આરોપ સામે બાબા રામદેવ દાવો કર્યો છે કે, દેશભરના મંદિર-ગુરુકુળ પર દરોડા પાડો, હું ગેરન્ટી લઇ શકુ છું કે ત્યાંથી એક પણ હથિયાર કે માદક પદાર્થ નહીં મળે. તેમણે કહ્યુ કે અન્ય લોકોએ આ બાબતે ગેરન્ટી આપવી જોઇએ કે મસ્જિદ અને મદરેસાઓમાં પણ કોઇ ગેરકાયદેસરની પ્રવૃત્તિ નથી ચાલતી.

આ મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા બાબા રામદેવે કહ્યુ કે, હું ચિંતત છું અને આ પહેલી વાર સાંભળી રહ્યો છું. બધા જ મદરેસા અને મંદિરો પર દરોડા પાડવામાં આવે. વૈદિક શાળાઓ, ગુરુકૂળ અને પતંજલિ દ્વારા સંચાલિત આચાર્યકુલમથી લઇને શિશુ મંદિર સુધી દરોડા પાડવામાં આવે.

આ પહેલા બાબા રામદેવે નાગરિકતા કાયદાને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ટિપ્પણી કરતા કહ્યુ કે દેશના ભાગલા પાડવાની વાત, દેશ વિરોધી કૃત્યો કરવા ખોટી બાબત છે. કોઇ પણ જવાબદાર નાગરિક કે રાજકીય પાર્ટીએ આવુ ન કરવુ જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here