Wednesday, September 28, 2022
Homeદેશટેરર ફન્ડિંગ મામલે 10 રાજ્યોમાં દરોડા, 100થી વધુની ધરપકડ

ટેરર ફન્ડિંગ મામલે 10 રાજ્યોમાં દરોડા, 100થી વધુની ધરપકડ

- Advertisement -

NIAની ટીમ દેશભરમાં દરોડા પાડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેરળમાં લગભગ 50 જગ્યાએ NIAના દરોડા ચાલી રહ્યા છે. આ સિવાય દેશના બાકીના રાજ્યોમાં પણ રેડ લગાવવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી PFI સાથે જોડાયેલા ટેરર ​​ફંડિંગ કેસને લઈને ચાલી રહી છે. આ દરોડા મંજેરી, મલ્લપુરમ જેવા વિસ્તારોમાં ચાલી રહ્યા છે. કેરળમાં આ દરોડા મોટા પાયે થઈ રહ્યા છે. જો કે મહત્વની વાત એ છે કે આ દરોડામાં NIAની સાથે EDની ટીમ પણ હાજર છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર NIAએ અત્યાર સુધીમાં 100 થી વધુ PFI કાર્યકરોની ધરપકડ કરી છે.

જણાવી દઈએ કે અગાઉ NIAએ બિહાર અને તેલંગાણામાં દરોડા પાડ્યા હતા. આ દરોડા પણ આ જ બાબતે પાડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડાનો વ્યાપ વધુ વધી શકે છે. કેરળમાંથી આગેવાની લીધા બાદ NIA PFIની અન્ય ઓફિસો પર પણ દરોડા પાડી શકે છે. હાલમાં 10 રાજ્યોમાં આ કાર્યવાહી ચાલી રહી છે. જેમાં મોટા પાયે ધરપકડ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મેંગલુરુમાં PFI અને SDPI નાં કાર્યકર્તાઓ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા અને દેખાવો શરૂ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular