મોરબી માં જુગારધામ પર દરોડા, યુવા કોંગ્રેસ પ્રમુખના પિતા સહિત 6ની ધરપકડ

0
0

મોરબીમાં પોલીસે ધમધમતા જુગારધામ પર રેડ પાડી હતી. જેમાં યુવા કોંગ્રેસ પ્રમુખના પિતા સહિત છ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી વિગત મુજબ, મોરબીમાં યુવા કોંગ્રેસ પ્રમુખના ઘરમાં જુગારધામ ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતા જ બી ડિવિઝન ઇન્ચાર્જ પીઆઈ આઈ કોંઢીયાએ ઉમા ટાઉનશિપ સામે આવેલ અરુનોદય નગરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડયા હતા. જેમાં આ ઘર મોરબી યુવા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાનું હોવાનું જાણવા મળ્યું હતું.

આ દરોડામાં પોલીસે ઘરના માલિક અને પ્રમુખના પિતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા લાલુભા જાડેજા સહિત પ્રકાશ ફુલતરિયા, બળવંતસિંહ વખતસિંહ વાઘેલા, મગનભાઈ જેરાજભાઈ રાજપરા, કાનજી અંબારામભાઈ છાત્રોલા, જયંતિભાઈ વાઘજીભાઈ વરસડા સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 52 નંગ પાનનાં તેમજ રોકડ રકમ 50,500 જપ્ત કરી અને બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here