Rail Budget 2019: બજેટમાં રેલવેને 20 હજાર કરોડ વધુ મળવાની શક્યતા, નવી ટેક્નોલોજી પણ મળશે

0
12

નવી દિલ્હી: સરકાર 1 ફેબ્રુઆરીએ 11 વાગે વચગાળાનું બજેટ રજૂ કરવાની છે. આ બજેટમાં જ રેલ બજેટનો સમાવેશ કરવામાં આવશે. હવે રેલ બજેટ અલગથી રજૂ કરવામાં આવતું નથી. બજેટમાં રેલવે સાથે જોડાયેલી ઘણી મહત્વની જાહેરાતો થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવેને સરકાર રૂ. 70થી 75 હજાર કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી શકે છે. ગયા વર્ષે રેલવેને રૂ. 55 હજાર કરોડની સહાયતા આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલ બજેટમાં મોર્ડન સિગ્નલ સિસ્ટમ લગાવવાની યોજના લાવવામાં આવી શકે છે. આ યોજના અંર્તગત 12 હજાર કરોડવી જોગવાઈ કરવામાં આવશે. બજેટમાં ઘણાં સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા અને સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત પણ થઈ શકે છે. રાયબરેલી કોચ ફેક્ટરી અને ચેન્નાઈ ફેક્ટરી માટે વધારાની રકમ ફાળવવામાં આવે તેવી શક્યતા છે.

તે ઉપરાંત ટ્રેન 18 અને ટ્રેન 20 જેવી મહત્વની યોજનાઓ પર કામ થઈ રહ્યું છે. આ સિવાય અન્ય સ્ટેશનોનું વિસ્તરણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. ટ્રેન 18ના સ્ટેશન વધારવામાં આવે તેવી શક્યતા છે. આ ટ્રેનનું નવું નામ વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે.

આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા વધારવા વિશે પણ જાહેરાત કરવામાં આવી શકે છે. રેલવેની નાણાકીય સ્થિતિ ઠીક નથી. રેલવેનો ઓપરેટિંગ રેશિયો 118 ટકા છે. એટલે કે, રેલવે કમાણી કરવાની જગ્યાએ દર 100 રૂપિયાએ 18નો વધારાનો ખર્ચ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here