રેલવે જમીન વિવાદ : શક્તિસિંહે કહ્યું-કોંગ્રેસના MLA ભાજપના સાંસદને બોલાવી ખાત મુહૂર્ત કરશે

0
0

રાજુલા રેલવે જમીનનો વિવાદ ફરી આગળ આવ્યો છે. રાજુલા શહેરમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા અને કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા માંગ ઉઠાવી હતી અને ટ્રેન રોકી આંદોલન ઉગ્ર બનાવ્યુ તેમ છતા આ જમીનનો સખુદ અંત આવ્યો નથી. આ મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અંગત રસ લઈ કેન્દ્રીયમંત્રીને રજુઆત કરી છે અને જણાવ્યું છે કે, કોંગ્રેસના MLA ભાજપના સાંસદને બોલાવી ખાત મુહૂર્ત કરશે.

પરેશ ધાનાણીએ રાજ્યભરના કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પત્ર લખ્યો
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષા નેતા પરેશ ધાનાણીએ રાજ્યભરના કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પત્ર લખીને જણાવ્યું છે કે, ‘રાજુલા શહેર મધ્યમાં રેલ્વેની પડતર જમીનમાં બગીચો અને વોક વે બનાવવા રાજુલા નગરપાલિકાએ રેલ્વે સાથે કરાર કર્યો છે, તેમ છતાં જમીનનો કબ્જો ન મળતાં ધારાસભ્ય અંબરીશ ડેર છેલ્લા ઘણા દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આવતીકાલે તા.23 જૂનના રોજ રાજુલાના પ્રશ્નો માટે અંબરીશ ડેરને સમર્થન આપવા અને આપના વિસ્તારના રેલ્વેને લગતાં સ્થાનિક પ્રશ્નોને આવેદનમાં જોડીને સ્થાનિક કક્ષાએ આવેદનપત્ર આપવા તેમજ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ રેલ રોકોના આંદોલનાત્મક કાર્યક્રમ આપવાના રહેશે.’

ધારાસભ્ય ડેર ટ્રેન રોકાવે તે પહેલાં તેમની ધરપકડ કરાઇ હતી
રેલવે જમીન વિવાદ મામલે શરૂઆતના સમયમા રાજુલા શહેરમાં રેલવેની જમીનમાં રેલવે વિભાગ દ્વારા બેરીકેટ લગાવ્યા હતા અને ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કામ અટકાવી દેવાયુ હતું. ત્યારબાદ જ્યા સુધી આ પ્રશ્નનનુ નિરાકણ ન મળે ત્યા સુધી ધરણા શરૂ કર્યા હતા.

ધારાસભ્ય અંબરીશ ડેરે થોડા દિવસ અગાઉ રાજુલા શહેરમાં ઉપવાસ કર્યા બાદ રાજુલાથી બર્બટાણા નજીક આવેલા રેલવે સ્ટેશનમાં ઉપવાસ શરૂ કર્યા હતા. સરકાર સુધી વાત પહોંચાડવા માટે અને આંદોલન ઉગ્ર બનાવા માટે પ્રયાસ કરાયો હતો. જેમા રાજુલાના અલગ અલગ વિસ્તારમા સમર્થકો અને કોંગી કાર્યકરો દ્વારા ટ્રેન રોકવામાં આવી હતી. જ્યારે ધારાસભ્ય ડેર ટ્રેન રોકાવે તે પહેલાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મારી ઓફિસ અને કાર્યાલયમાં ઉપવાસ શરૂ રહેશે: અંબરીશ ડેર
ધારાસભ્યની ધરપકડ બાદ આ આંદોલન થોડા અંશે ઠંડુ પડી ગયુ હતુ. જોકે, પોલીસ કાર્યવાહી કરી મૂક્ત થયા બાદ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વીડિયો વાયરલ કરાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારા ઉપવાસ હજુ બંધ થયા નથી, મારી ઓફિસ અને કાર્યાલયમાં ઉપવાસ શરૂ રહેશે, હુ માત્ર લિકવિડ જ પીવ છું.

જમીન વિવાદના આ મામલાને આજે 15 દિવસ થયા છે. સમગ્ર મામલાને ગંભીરતા પૂર્વક ઉપાડવા મુદ્દે અર્જુન મોઢવાડીયા, પરેશ ધાનાણી અને ધારાસભ્ય અંબરીશ ડેર આ ત્રણેય નેતા દ્વારા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને ટેલીફોનિક રજૂઆતો સાથે ભલામણો કરી હતી. ત્યારબાદ સમગ્ર રાજુલા રેલવેનો મુદ્દો શક્તિસિંહ ગોહિલે હાથ ઉપર લીધો હતો.

શક્તિસિંહ ગોહિલે વીડિયોના માધ્યમથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરી​​​​​​​
​​​​​​​ત્યારબાદ ગઈકાલે સાંજે શક્તિસિંહ દ્વારા વીડિયોના માધ્યમથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરી હતી. જેમાં શક્તિસિંહે કહ્યું હતું કે, બંને પાર્ટી વચ્ચે એમયુ થઈ ગયુ છે. તેનો સુખદ અંત આવે. જ્યારે આ મુદ્દે શક્તિસિંહ ગોહિલ દ્વારા એવુ પણ કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય ભાજપના સાંસદને ખાત મુહૂર્ત કરવા અથવા કોઈ કાર્યક્રમ થકી થાય તો સાથે રહીને કરશે. કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્રમાં રેલ રોકો આંદોલન કરવાથી નુકસાન જશે, જ્યારે આ મામલે સુખદ અંત આવે તેવો પ્રયાસ કરવા વિંનતી કરાઇ છે. ત્યારબાદ સમગ્ર મામલે રેલવેના ડોક્યુમેન્ટ અને રિપોટ કેન્દ્રીય મંત્રી તપાસ કરી જાણ કરશે.

સૌરાષ્ટ્રમાં રેલ રોકોની વાત પણ છે: ડેર
ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું કે, આ મુદ્દે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા અંગત રસ લઈ કેન્દ્રીય મંત્રીને રજુઆત કરાઇ છે. આશા રાખીએ આ મુદ્દે જલ્દી સુખદ અંત આવે. પરેશભાઈ ધાનાણી દ્વારા નિવેદન જે રીતે આપ્યુ હતુ તે રીતે સૌરાષ્ટ્રમાં રેલ રોકોની પણ વાત છે. જ્યારે આશા રાખીએ જલ્દી સુખદ અંત આવે તો પ્રજાની સુખાકારી વધે.

આ પ્રશ્નને સુખદ અંત નહી આવે તો કોંગ્રેસ સૌરાષ્ટ્રમા મોટું આંદોલન કરી શકે
રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આ રેલવેની જમીન બાબતે ચાલતા આંદોલનનો જલ્દી અંત નહીં આવે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ભરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન થઇ શકે છે. જેમાં કોંગ્રેસના મોટા માથાઓ પણ અંગત રસ લઇને મેદાનમાં આવી શકે છે.

શું છે સમગ્ર મામલો?
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રેલવે વિભાગની એક જમીન આવેલી છે. કૉંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના સત્તાધીશો અને રાજુલાના કૉંગ્રેસી ધારાસભ્ય આ જમીન વિકાસના કામ માટે મળે તે માટે રેલવે પાસે માગી રહ્યા છે. પરંતુ, રેલવે દ્વારા જમીનની સોંપણી કરવાના બદલે રેલવે ફરતે ફેન્સિંગની કામગીરી હાથ ધરાતા દસ દિવસ પહેલા આંદોલન શરૂ થયું હતું. ત્યારબાદ જ્યાં સુધી આ જમીનના વિવાદનો ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની અંબરીશ ડેરે જાહેરાત કરી હતી અને રેલવે સ્ટેશન બહાર ઉપવાસ છાવણી નાખી ધારાસભ્ય દ્વારા ઉપવાસ શરૂ કરવામા આવ્યા હતા.

ધારાસભ્યના હવે હરતા-ફરતા ઉપવાસ
​​​​​​​રેલવેની પડતર જમીનને લઇને ધારાસભ્ય અંબરીશ ડેર બર્બટાણા રેલવે સ્ટેશન ખાતે ઉપવાસ આંદોલન પર હતા. 17મીએ સાંજે તેમણે જણાવ્યું હતું કે, હવે કોઇ જગ્યા પર ઉપવાસ કરવામાં નહીં આવે. વધુ 6 દિવસ ઉપવાસ કરીશ. મારી વાડી મંગલમ ખાતે, મારી ઓફિસ અને મારા પ્રવાસ દરમિયાન આ ઉપવાસ ચાલુ રહેશે અને તે દરમિયાન ઠંડુ પાણી, જ્યૂસ જેવા પ્રવાહી જ ગ્રહણ કરીશ. ત્યારબાદ બધા વડીલો અને આગેવાનોને પૂછીને આગળ વધીશું.

રાજુલામાં ટ્રેન રોકવાના મુદે રેલ્વેએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો
​​​​​​​રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા દસ દિવસ સુધી ચલાવાયેલા ઉપવાસ આંદોલન દરમિયાન ગઇકાલે તેમણે રેલવે ટ્રેક પર આંદોલન કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ તેમના સમર્થનમા જુદાજુદા સ્થળે રેલ રોકો આંદોલન થયુ હતુ. ગઇકાલે રાજુલામા 11 નંબરના ફાટક પાસે તથા રામપરા ભેરાઇ વિસ્તારમા ટ્રેન અટકાવવામા આવી હતી. બે બે સ્થળે માલગાડી અટકાવાતા સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ દોડી આવી હતી અને મામલો સંભાળ્યો હતો. દરમિયાન આ મુદે ભાવનગર પોલીસે રેલવે એકટની જુદીજુદી કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ટ્રેન અટકાવવા સબબ ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here