1 ડિસેમ્બરથી રેલવે નવા ટાઈમટેબલ સાથે રેગ્યુલર ટ્રેનો શરૂ કરે તેવી વકી, ટ્રેનોની સ્પીડ વધવા સાથે ભાડું પણ વધશે

0
24

ગુજરાત સહિત દેશભરમાં દોડતી ટ્રેનો મોડી ન પડે તે માટે રેલવેએ ઝીરો બેઝ ટાઈમ ટેબલ લાગુ કરવાની કવાયત હાથ ધરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે અનેક ડેમુ-મેમુ ટ્રેનોને બંધ કરવાની સાથે અનેક પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસ બનાવાશે. 1 ડિસેમ્બરથી રેલવે નવા ટાઈમ ટેબલ સાથે રેગ્યુલર ટ્રેનો શરૂ કરે તેવી શક્યતા છે. જ્યારે અનેક સ્ટોપેજ રદ થવાની સાથે ટ્રેનના ભાડાં પણ વધશે.

આગામી સમયમાં શરૂ થનાર ખાનગી ટ્રેનોની સાથે અન્ય મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ મોડી ન પડે તે માટે અનેક સ્ટોપેજ રદ કરી ટ્રેનોની સ્પીડ વધારવાની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ સહિત ગુજરાતની 30 જેટલી પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસમાં તબદીલ કરવા મંજૂરી આપી દીધી છે. કોરોનાના સમયમાં રેગ્યુલર ટ્રેનોનું સંચાલન બંધ છે, ત્યારે રેલવેએ નવું સમયપત્રક તૈયાર કરવા પર ધ્યાન આપ્યું છે.

ગુજરાત સહિત દેશની 352 ટ્રેનો મેલ-એક્સપ્રેસ બનશે

લાંબા અંતરની મેમુ-ડેમુ કે પેસેન્જર ટ્રેનને મેલ-એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની 30 સહિત દેશભરની 352 પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસ તરીકે દોડાવવાની જાહેરાત કરી છે. 120 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેન તરીકે દોડાવાશે. જેના પગલે હવે રેગ્યુલર ટ્રેનો શરૂ થતાં તેમાં મુસાફરી કરવા માટે પેસેન્જરોને વધુ ભાડું ચુકવવું પડશે.

600 ટ્રેનનું સંચાલન પણ બંધ થવાની શક્યતા

કોરોનાકાળ પહેલા 50 ટકાથી ઓછી પેસેન્જર ક્ષમતા સાથે દોડતી મેમુ, ડેમુ, પેસેન્જર ઉપરાંત મેલ એક્સપ્રેસ જેવી 600 જેટલી ટ્રેનોનું સંચાલન બંધ કરાય તેવી શક્યતા છે. તેની સાથે જે નાના મોટા સ્ટેશન પર ટ્રેનોનું બુકિંગ ખૂબ જ ઓછું હશે, તેવી ટ્રેનોનું સ્ટોપેજ રદ કરવાનો નિર્ણય લેવાતાં દેશમાં 10 હજારથી વધુ સ્ટેશન પર સ્ટોપેજ રદ થશે.

ખાનગીકરણ તરફ રેલવેનું વધુ એક ડગલું

નવા સમયપત્રકમાં ખાનગી ટ્રેનોને પણ મહત્વ અપાઈ રહ્યું છે. આ ટ્રેનો સહેજ પણ મોડી ન પડે તેની તકેદારી રાખી નવું સમય પત્રક તૈયાર કરવા રેલવેએ આઈઆઈટી મુંબઈને જવાબદારી સોંપી છે. જેમાં ખાનગી ટ્રેનો દોડે ત્યારે તેની આગળ 100થી 200 કિલોમીટર સુધીનો ટ્રેક ખાલી રાખી અન્ય ટ્રેનોનો સમય નક્કી કરવામાં આવશે.

આ 30 પેસેન્જર ટ્રેન એક્સપ્રેસમાં ફેરવાશે

 • અમદાવાદ-જોધપુર-અમદાવાદ
 • અમદાવાદ-જયપુર-અમદાવાદ
 • મુંબઈ-અમદાવાદ-મુંબઈ
 • અમદાવાદ-મુંબઈ-અમદાવાદ
 • વડોદરા-કોટા-અમદાવાદ
 • સુરત-ભુસાવળ-સુરત
 • સુરત-વિરાર-સુરત
 • ભુસાવળ-સુરત-ભુસાવળ
 • ભાવનગર-ઓખા-ભાવનગર
 • ભાવનગર-મહુવા-ભાવનગર
 • પોરબંદર-સોમનાથ-પોરબંદર
 • દાહોદ-ભોપાલ-દાહોદ
 • ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ
 • ભરૂચ-વિરાર-ભરૂચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here