રેલ્વે : ટ્રેનની ટિકિટ બુકિંગમાં ડોક્ટરોને મળશે આ ખાસ ડિસ્કાઉન્ટ, નિયમોમાં થયો ફેરફાર

0
17

રેલ્વેએ ટિકિટ બુક કરવાના ફોર્મમાં તબીબ માટેની એક કોલમ બનાવી છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રેનોમાં મેડિકલ ઇમર્જન્સીમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં પ્રાથમિક સારવાર નહીં મળતાં ઘણી વખત બીમાર પેસેન્જરનું મોત થઈ જતું હોય છે. જેને કારણે રેલવેએ મુસાફરીના નિયમોમાં હવે મોટો ફેરફાર કર્યો છે.

  • ટ્રેનોમાં મેડિકલ ઇમર્જન્સીમાં વધારો થઈ રહ્યો છે
  • રેલ્વેમાંમુસાફરીના નિયમોમાં હવે ફેરફાર કર્યો છે
  • ડોક્ટર્સે આ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે

આ ફેરફાર મુજબ જાન્યુઆરી વર્ષ-2020માં રેલવે ડોક્ટરોને ભાડામાં 10 %ડિસ્કાઉન્ટ આપશે. પરંતુ ડોકટરે ટિકિટ બુક કરતી વખતે જાણ કરવાની સાથે સાથે એમબીબીએસ અને એમસીઆઇનું સર્ટિફિકેટ પણ આપવું પડશે. ઉપરાંત જણાવવું પણ પડશે કે, કોઈ પણ પેસેન્જરને ઇમર્જન્સી આવશે તો તેની પ્રાથમિક સારવાર કરશે. આમ, ટ્રેનમાં મુસાફરી કરતી સમયે કોઈ પેસેન્જરની તબિયત ખરાબ થશે, તો તે જ ટ્રેનમાં મુસાફરી કરતા ડોક્ટરની પાસેથી તેને પ્રાથમિક સારવાર મળશે.જો કે ડોકટરોએ ટ્રેનમાં મુસાફરી કરતી સમયે પોતાની સાથે તમામ સાધનો અને દવા લેવી પડતી હોવાથી મોટા ભાગે આ માટે તૈયાર થતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here