ટ્રેન મુસાફરીને ‘રોમાંચક’બનાવવા રેલવે ક્ધટેન્ટ એપ લોન્ચ કરશે

0
65

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું રેલ તંત્ર ૧ સદીથી વધુના સમયગાળાથી પરિવહન ક્ષેત્રે રાષ્ટ્રની મુખ્ય ધોરી નસ બનીને અવિરત રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહેના‚ નેટ વર્ક બન્યું છે. સ્ટીમ એન્જીનથી શરૂ થયેલી રેલવેની આ સફર સમય મુજબ નવા યુગમાં પ્રવેશીને આજે વાયા ડિઝલ, ઇલેકટ્રોનિક અને હવે બુલેટ ટ્રેન તર ધીમાં પણ મકકમ પગલે આગળ વધી રહી છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેલવેની કાયાપલ્ટ માટે ક્રાંતિકારી નિર્ણયો અને પગલા લેવાનું શરુ કર્યુ છે. ત્યારે ભારતીય રેલવે પણ મુસાફરોને વધુ રોમાચિત મુસાફરી માટે ૧૦ જેટલી નવી સુવિધાઓ માટે કમર કસી ચૂકી છે. રેલવેના મુસાફરોને રોમાંચકારી મુસાફરી માટે રેલવેએ ૧૦ મુદ્દાની પરિયોજના માટે પાવો વગાડયો છે.

ભારતીય રેલવે નુર દરમાંથી અને પેસિન્જરોની ટિકીટ ઉપરાંત અન્યક્ષેત્રમાંથી આવક વધારવા કમર કસે છે. રેલવેએ એક વિશિષ્ટ આયોજનમાં રેલ ટેલ એપ્લીકેશનના લોન્ચીંગ દ્વારા ક્ધયેન ઓન ડિમાન્ડની સ્કીમ પસંદ કરાયેલી ચાર ટ્રેનોમાં અમલ કરવા જઇ રહી છે. સી.ઓ.ડી. પેકેજમાં મુસાફરોને જોઇએ તેવી દરેક સુવિધાઓ એપ્લીકેશન મારફત મનોરંજન પીરસવાનોનું આયોજન કરશે.

(૧) રેલ ટેલ એપ મુસાફરોને ટ્રેનમાં જ મનોરંજન પીરસશે

રેલવેના મુસાફરો માટે રેલ ટેલ એપ્લીકેશન સ્માર્ટ ફોન ટેબલેટ અને લેપટોપમાં ડાઉન લોડ કરવાથી પ્રી લોડેડ ફિલ્મો, મ્યુઝીક વિડીયો, મનોરંજન, લાઇફ સ્ટાઇલ ના ક્ધટેન મુસાફરોને ચાલુ ટ્રેનની સફરમાં અને મુસાફરી પુરી થઇ જાય બાદ પણ રેલ ટેલે મુસાફરોમાં સફર પુરી કરવાનો સથવારો બની રહેશે.

(ર) હાઇ સ્પીડ ક્ધટ્રેનનો ચાલુ ટ્રેનમાં મળશે લાભ

રેલવેના મુસાફરોને વાયફાય એકસેસ પોઇન્ટના કોચમાં ઇન્સ્ટોલેશનથી રેલ ટેલ ડેટા સેન્ટરો ગોરેગાવ અને સિંકદરાબાદમાં ઊભા કરીને પેસેન્જરોને હાઇસ્પીડ નેટની સુવિધા વાયફાય નેટવર્ક માટે આજની તારીખે દેશના ૫૫૭૩ રેલવે સ્ટેશન પર ઉભા કરાયેલા નેટવર્કના માઘ્યમથી મળશે

(૩) ક્ધટેઇનઓન એપ્લીકેશનની સેવા વિનામૂલ્યે રહેશે

રેલવેના મુસાફરો માટે હમ સફર બનનાર રેલ ટેલની સુવિધા મુસાફરોને તદ્દન વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. તેના વ્યવસ્થાપન માટે ખાનગી જાહેરાતોની આવક ઉભી કરવામાં આવશે. પરંતુ મુસાફરોને તે તદ્દન સંપૂર્ણ વિના મૂલ્યે મળશે. આ એપ્લીકેશન ઓન લાઇન ટ્રાજેકશન જેવા કે કાર્ડ પેમેન્ટ, નેટ બેકીંગ અને પ્રિમિયમ સબ ક્રિપ્સમ માટે ઉપયોગી થશે.

(૪) રેલ ટેલની આ સુવિધા લોકલ પરા વિસ્તારની ટ્રેનો સહિત તમામ ટ્રેનોમાં ઉપલબ્ધ થશે

રેલ ટેલનાો આ ક્ધટેન તમામ પ્રિમીયમ મેલ એકસપ્રેસ ટ્રેનો ઉપરાંત લોકલ અને પરા વચ્ચે દોડતી ટ્રેનો અને વાયફાયની સુવિધા ન હોય તેવા રેલવે સ્ટેશનો આસપાસ અને ભારતીય રેલવેના તમામ ૧૭ જોન અને વાયફાય ધરાવતા તમામ ૫૫૭૩ સ્ટેશનો પર ઉપલબ્ધ થશે.

(પ) વાયફાય પોઇન્ટના નેટવર્કથી સેન્ટ્રોલાઇઝડ સર્વરનલ લાભ મળશે

રેલ ટેલ સર્વર દરેક કોચના વાયફાય પોઇન્ટ સાથે જોડી દેવાથી પેસેન્જરોના સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબલેટ સાથે જોડાઇ જશે એવન કેટેગરીના સ્ટેશનો અને તમામ રેલ ટેલના નેટવર્કનું સુદઢ જોડાણ મુસાફરો માટે સગવડ વધારનારુ બનશે.

(૬) મુસાફરો ગીત, મ્યુઝીકલ, ડાઉનલોડ કરીને તેના કાયમી લાભ લઇ શકશે

રેલ ટેલની આ એપ્લીકેશનમાં બહુ વિધ સેવાના વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં સર્વિસ પ્રોવાઇડર, ટ્રાવેલ બુકીંીંગ, ઇ-કોમર્સ અને સહયોગી સેવાઓ સાથે જોડાયેલી આ એપ્લીકેશનમાં ફિલ્મી ગીતો, વેબ સીરીઝ જોઇ શકાશે અને તેના ડાઉન લોડ કરીને ગમે ત્યારે ઉપયોગમાં લઇ શકાશે.

(૭) રેલ ટેલ એપ બુકિંગ માટે પણ ઉપયોગી બનશે

રેલ ટેલની આ એપ્લીકેશનમાં આપેલા ઓપશન્સના વિકલ્પમાં સહયોગી સેવાઓ ઇકર્નિસ, ટ્રાવેલ બુકીંગ અને વિવિધ સેવાઓના લિંકિગથી ટેક્ષી, બસનો બુકીંગ પર રેલવેના મુસાફરો આ એપ્લીકેશનથી કરી શકશે.

(૮) ૨૦૨૨ સુધીમાં તમામ સેવાઓ પૂર્ણ રીતે ધમધમતી થઇ જશે

ભારતીય રેલવે દ્વારા પ્રાયોગિક ધોરણ ૪૫ દિવસમાં કેટલી પસંદગીની ટ્રેનોમાં આ સુવિધાઓ ડિઝિટલ એન્ટર ડી.ઇ.એસ.પી. આગામી બે વર્ષના ૨૦૨૨ સુધીમાં દેશની તમામ ટ્રેનોમાં કરોડો મુસાફરોની આંગણીઓના વેઢે આ સુવિધાઓ રમતી થઇ જશે.

(૯) રેલ ટેલ ભારતીય રેલવેના ટિકિટ ઉપરાંતની આવક વધારવા માટે કમાઉ દિકરો બનશે

રેલ ટેલના ડિઝિટલ એન્ટરટનમેન્ટ સર્વિસ પ્રોવાઇડર ડી.ઇ.એસ.પી. રેલ ટેલ અને અન્ય અન્ય સહયોગીઓ સાથે જોડાઇને ભારતીય રેલવેઅને રેલ ટેલની આ ભાગીદારી રેલવે માટે વધારાની આવક ઉભી કરનાર કમાઉ દિકરો બની જશે

(૧૦) ભારતીય રેલવે બનરે મનોરંજન સાથે સફર કરાવનાર નેટવર્ક

ભારતીય રેલવેમાં અત્યારે દૈનિક ૧૦ કરોડ મુસાફરો પરિવહન સુવિધાનો લાભ લે છે. દેશની ધોરીનસ જેવા રેલવેએ આધુનિકરણ તરફ હરણફાડ ભરી છે. અને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને મુસાફરોની સુવિધા સલામતિની ખેવના કરનાર રેલવેની મુસાફરી હવે સફર ની સાથે આનંદદાયી મનોરંજન અને તમામ જરુરીયાત પુરી પાડનાર સેવા બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here