- Advertisement -
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે બપોરે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડણ ગામે 1 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા. માંડણ ઉપરાંત ડુંગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સાજણાવાવ ગામની સાજણી નદીમાં ઘોડાપુર
મહુવામાં બપોર બાદ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજુલામાં માત્ર હળવા છાંટા વરસ્યા હતા. જ્યારે સાજણાવાવ ગામની સાજણી નદીમાં ભારે વરસાદનાં પગલે ઘોડાપુર આવ્યું હતું. પુરના પગલે ગામમાં જવાનો કોઝવે ઓવરફ્લો થયો હતો. જેથી કોઝવે ઉંચો લેવા ગ્રામજનો માંગ કરી રહ્યાં છે. જો કે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરતા છતાં દર ચોમાસામાં આ સ્થિતિ ઉભી થાય છે.