વેલિંગ્ટન : વરસાદના કારણે પ્રથમ દિવસે 55 ઓવર ફેંકાઈ, ભારતનો સ્કોર: 122/5, રહાણે 38 રને અણનમ, જેમિસને ત્રણ વિકેટ લીધી

0
13
  • ટી બ્રેક પછી વરસાદના લીધે મેચ શરૂ થઇ નથી
  • અગ્રવાલ 34, પૃથ્વી 16, પુજારા 11 અને વિરાટ કોહલી 2 રને આઉટ
  • ભારતની પ્લેઈંગ 11માં સાહા, ગિલ, સૈની અને જાડેજાને સ્થાન ન મળ્યું
  • રોસ ટેલર ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર પ્રથમ પ્લેયર બન્યો

India vs New Zealand first test live updates, day one

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે વરસાદના લીધે ટી બ્રેક પછી મેચ રમાઈ નહોતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 55 ઓવરમાં 5 વિકેટે 122 રન કર્યા. દિવસના અંતે અજિંક્ય રહાણે 38 રને અને ઋષભ પંત 10 રને અણનમ રહ્યા. કિવિઝ માટે પોતાની પ્રથમ મેચ રમી રહેલા કાઈલી જેમિસને બોલ સાથે શાનદાર દેખાવ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ચેતેશ્વર પૂજારી, વિરાટ કોહલી અને હનુમા વિહારીને 7 રને આઉટ કરીને ભારતીય બેટિંગ લાઈનઅપની કમર તોડી હતી. તેના સિવાય ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ લીધી હતી.

વિહારીને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો જેમિસન.

ભારતની વિકેટ આ રીતે પડી:

1) પૃથ્વી શો ટિમ સાઉથીના મિડલ અને ઓફ પર પિચ થયેલ બોલને ફૂટ મૂવમેન્ટ વગર લેગસાઈડ મારવા ગયો હતો. જોકે બોલ મૂવ થતા પૃથ્વી બોલ્ડ થયો. તેણે 18 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા. (16-1)

2) ચેતેશ્વર પુજારા 11 રને કાઇલી જેમિસનની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. બોલ લેટ મૂવ થતા પુજારા કઈ કરી શકે તેમ નહોતો. (35-2)

3) વિરાટ કોહલી જેમિસને નાખેલા વાઈડ બોલમાં ડ્રાઈવ કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને ટેલરે ફર્સ્ટ સ્લીપમાં તેનો સરળ કેચ કર્યો હતો. ઇન્ડિયન કેપ્ટન 2 રને પેવેલિયન ભેગો થયો હતો. (40-3)

4) મયંક અગ્રવાલ ટ્રેન્ટ બોલ્ટના શોર્ટ બોલમાં પુલ શોટ રમવા જતા ફાઈન લેગ પર જેમિસનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 84 બોલમાં 5 ફોરની મદદથી 34 રન કર્યા હતા. તે સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહોતો. (88-4)

5) હનુમા વિહારી 7 રને જેમિસનની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (101-5)

કોહલી જેમિસનની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં ટેલરના હાથે કેચ આઉટ થયો હતો.

ટેલર ન્યૂઝીલેન્ડ માટે 100 ટેસ્ટ રમનાર ચોથો પ્લેયર બન્યો
રોસ ટેલર ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર વર્લ્ડનો પ્રથમ પ્લેયર બન્યોછે. તેમજ સ્ટિફન ફ્લેમિંગ, ડેનિયલ વિટ્ટોરી અને બ્રેન્ડન મેક્કુલમ પછી કિવિઝ માટે 100 ટેસ્ટ રમનાર ચોથો પ્લેયર બન્યો છે. તેણે મેચ પહેલા કહ્યું હતું કે, “100મી ટેસ્ટમાં બધાને સારું પ્રદર્શન કરવું હોય છે. પરંતુ હું તેનું દબાણ લઈશ નહીં. આ મેચને પણ અન્ય કોઈ ગેમની જેમ જ લઈશ. મને આશા છે કે હું સીરિઝની પહેલી મેચમાં ટીમ માટે જરૂરી યોગદાન આપીશ.” 35 વર્ષીય ટેલર અત્યાસુધીની 99 ટેસ્ટમાં 46.28ની એવરેજથી 7174 રન કર્યા છે, જેમાં 19 સદી અને 33 ફિફટી મારી છે. તેણે 231 વનડેમાં 21 સદી અને 51 ફિફટીની મદદથી 8570 રન, જ્યારે 100 T-20માં 7 ફિફટીની મદદથી 1909 રન કર્યા છે.

પુજારાને આઉટ કરીને જેમિસને ટેસ્ટ કરિયરની પહેલી વિકેટ લીધી.

અગ્રવાલે મનોજ પ્રભાકરના 30 વર્ષ જુના રેકોર્ડની બરાબરી કરી
મયંક અગ્રવાલ આજે લંચ બ્રેક સુધી અણનમ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ રમતી વખતે પ્રથમ સેશનમાં ભારતીય ઓપનર અણનમ રહ્યો હોય તેવું 30 વર્ષ પછી થયું છે. છેલ્લે મનોજ પ્રભાકરે નેપિયર ખાતેની બીજી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેના 95 રન થકી ભારતે 358/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 1 વિકેટે 178 રન કર્યા હતા. મેચ ડ્રો રહી હતી. પ્રથમ અને છેલ્લા દિવસે વરસાદના લીધે મેચ રમાઈ નહોતી.

પૃથ્વી શોને બોલ્ડ કર્યા પછી ઉજવણી કરતો ટિમ સાઉથી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બેસીન રિઝર્વ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ટોસ હાર્યા પછી કહ્યું કે, પિચ અને વેધર જોતા અમે પણ પહેલા બોલિંગ જ કરી હોત. જોકે પિચ પર ઘાસ 2 દિવસ પહેલા હતું એના કરતા ઓછું છે. તેમ છતાં અમારે સારી બેટિંગ કરવી પડશે. અમારો બોલિંગ એટેક અનુભવી છે. ન્યૂઝીલેન્ડમાં રમતી વખતે ધીરજ રાખવી જરૂરી છે. અમે અહીંયા જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.

 

ભારતની પ્લેઈંગ 11: મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિચંદ્રનઅશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્મા

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: ટોમ લેથમ, ટોમ બ્લેન્ડેલ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, એજાઝ પટેલ અને કાઈલી જેમિસન

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here