વરસાદ : સૌરાષ્ટ્રમાં વરસાદની જોવાતી રાહ, અમરેલી પંથકમાં ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

0
0

અમરેલી: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોએ વાવણી કરી દીધી પરંતુ વરસાદ ખેંચાતા અનેક જગ્યાએ કપાસ, મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે આજે અમરેલી પંથકમાં એક ઝાપટું વરસી જતા રોડ ભીના થયા હતા. બગસરાના રફાળા ગામમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પણ વરસાદ પડે તેવી આશા બંધાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here