Saturday, December 3, 2022
Homeગુજરાતગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા

ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા

- Advertisement -

કોરોનાકાળના બે વર્ષ બાદ  રંગેચંગે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવરાત્રીના બીજા દિવસે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આચાનક જ વાતાવરણમાં પલટો આવતા ગરબા રસિકો તેમજ નવરાત્રીના આયોજકોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. આજે સાંજ સુધીમાં 3 જિલ્લાના પંથકોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી-બાબરા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાંબા વિરામ બાદ નવરાત્રીના ટાણે જ વરસાદે એન્ટ્રી મારી છે. તો બીજી તરફ આ વરસાદ હવે ખેડૂતો માટે કમોસમી સાબિત થઈ રહ્યો છે. કપાસ અને મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતી છે.

બપોર બાદ બનાસકાંઠાના ધાનેરામાં વરસાદે રમઝટ બોલાવી છે.  બીજા નોરતે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. હવમાન વિભાગની આગાહી મુજબ ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ મેઘો મંડાતાં ખેલૈયાઓના ચહેરા પર મુંઝવણ દેખાઈ રહી છે.

જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ શહેરમાં વરસાદે ખરા ટાણે જ એન્ટ્રી મારી છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ખેલૈયાઓ અને ગરબા આયોજકો અહી પણ મુશ્કેલીમાં મુકાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular