Tuesday, March 25, 2025
HomeદેશNATIONAL : આકરી ગરમી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, હવામાન વિભાગનું લેટેસ્ટ...

NATIONAL : આકરી ગરમી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

- Advertisement -

દેશમાં છેલ્લા ઘણાં દિવસોથી પડી રહેલી આકરી ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે દેશના લગભગ 18 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ભારતના બિહાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર-પૂર્વ રાજ્યો, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. 15મી માર્ચ સુધી આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, બે ચક્રવાતને કારણે આગામી થોડા દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ ચક્રવાતી પરિવર્તનની અસર એ થશે કે કેટલાક રાજ્યોમાં શિયાળો પાછો આવી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગરમી પડશે. પહેલું ચક્રવાત ધીમે ધીમે ઈરાકથી ભારતના ઉત્તરીય પર્વતીય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આ પ્રદેશમાં વરસાદની શક્યતા છે. બાંગ્લાદેશ પર બીજું એક ચક્રવાત રચાઈ રહ્યું છે, જેના કારણે આગામી પાંચ દિવસમાં પૂર્વી અને ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

15મી માર્ચ સુધી ભારતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 13મીથી 15મી માર્ચ સુધી હવામાન ખરાબ રહેવાની શક્યતા છે અને ભારે વરસાદ, હિમવર્ષા અને વાવાઝોડાની શક્યતા છે. જ્યારે 13મી માર્ચે પંજાબ અને હરિયાણામાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 13મીથી 15મી માર્ચ દરમિયાન વરસાદ પડી શકે છે.

બાંગ્લાદેશમાં રચાયેલા ચક્રવાતને કારણે, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. 13મીથી 15મી માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ગુજરાતમાં હીટવેવની ચેતવણી છે.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular