Wednesday, October 20, 2021
Homeગુજરાતવરસાદ : વડોદરામાં 20 કિમીની ઝડપે પવન ફૂંકાયો, 2 કલાકમાં 1 ઇંચ...

વરસાદ : વડોદરામાં 20 કિમીની ઝડપે પવન ફૂંકાયો, 2 કલાકમાં 1 ઇંચ વરસાદ

 

થંડરસ્ટ્રોમના પગલે શહેરમાં મંગળવારે રાતે વાવાઝોડા સાથે બે કલાક સુધી એક ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. વાવાઝોડામાં રાતે 8:15 કલાકે પવનની સૌથી વધુ 20 કિમી પ્રતિ કલાકની સ્પિડ નોંધાઈ હતી. ગરબાના સમય પહેલા જ વરસાદ થતાં 200થી વધુ શેરી ગરબા સ્થળે પાણી ભરાયા હતા. કેટલાક સ્થળે માત્ર 5 ગરબા બાદ આરતી કરાઇ હતી. જયારે મોડી રાત્રે વરસાદ બંધ થતાં દયાળભાઉનો ખાંચો, છાણી સહિતના શેરી ગરબામાં ખેલૈયા ઝૂમ્યા હતા.

વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ જતા ગરબાના મેદાન પર કાદવ-કિચડ થઈ ગયા હતાં. આ ઉપરાંત અનેક સોસાયટીના કોમન પ્લોટમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. તેવામાં ગરબાના મંડપ પણ પલળી ગયા હતાં. દયાલ ભાઉના ખાંચામાં આયોજીત ગરબાના આયોજક નીતીન પટેલે જણાવ્યું હતું કે, મોડી રાતે વરસાદ બધ થતાં ગરબા શરૂ કરાયા હતા. આ ઉપરાંત ખોડિયાર નગરની સેફ્રોન બેઝીક સોસાયટીના જૈમીન પાંડે જણાવ્યું હતું કે, વરસાદ પડવાનો બંધ થશે તો ગરબા થઈ શકશે.વરસાદને પગલે આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.

હવે વરસાદની શક્યતા ઓછી
ગરમી અને ભેજની સ્થિતિ સર્જાતા થંડરસ્ટ્રોમ રચાય છે. જેના લીધે જ વડોદરામાં નવરાત્રિમાં વરસાદ વરસ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસવાની સંભાવના રહેલી નથી. હા, થંડરસ્ટ્રોમની અસરના કારણે વરસાદી ઝાંપટા વરસી શકે છે.પરંતુ વડોદરામાં આગામી સમયમાં વાતાવરણ સુકુ બનશે,જેથી વરસાદ પડવાની શકયતા ઓછી છે. > અંકિત પટેલ,હવામાન શાસ્ત્રી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments