વરસાદ : મેઘરાજાની પ્રચંડ થપાટથી મુંબઇ જાણે કે વેરવિખેર થઇ ગયું હોય તેવી સ્થિતિ

0
0

મુંબઇ પર છેલ્લા ૪૮ કલાકથી (૧૫,૧૬ અને ૧૭,૧૮-જુલાઇ) અફાટ આકાશ તેની પૂરી તાકાથી વરસી રહ્યું છે. ખાસ કરીને ૧૫ અને ૧૭,જુલાઇની રાતે ફક્ત ચાર-પાંચ કલાકમાં જ લગભગ ૨૦ ઇંચ જેટલો ભારે તોફાની વરસાદ વરસ્યો છે.

મેઘરાજાની આ પ્રચંડ થપાટથી મુંબઇ જાણે કે વેરવિખેર થઇ ગયું હોય તેવી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ છે.

બીજીબાજુ હવામાન ખાતાની આગાહી અને વરસાદના ભારે તોફાની મિજાજ એટલે કે વાસ્તવિકતા વચ્ચે સુમેળ નહીં હોવાનું ચિત્ર પણ ઉપસ્યું છે.હવામાન ખાતાની આગાહી સૂચવતા કલર કોડ્ઝમાં અવારનવાર સુધારા-વધારા થતા રહેતા હોવાથી પણ વિરોધાભાસી ચિત્ર ઉપસ્યું હતું.

ઉદાહરણરૂપે શુક્રવારે  હવામાન ખાતાએ  નો એલર્ટ જારી કરી હતી પણ મુશળધાર વર્ષા થઇ હતી.શનિવારે હાઇ અલર્ટ જારી કરી પણ બહુ જ થોડો વરસાદ વરસ્યો હતો.

આવા વિરોધાભાસી ચિત્ર વચ્ચે  શનિવારે મધરાતે  મુંબઇમાં બેસુમાર વરસાદ વરસ્યો ત્યારે ઝૂંપડપટ્ટીઓમાં અને ચાલીઓમાં વરસાદી પૂર ફરી વળ્યાં હતાં. તેઓ ભરઉંઘમાં હોવાથી વરસાદી તોફાનને કારણે ઘરમાં ઘણું નુકસાન થયું હતું.

ચેમ્બુરમાં મોટી ટેકરી તૂટી પડવાથી વિપુલ માત્રામાં માટી અને પથ્થરો નીચેના હિસ્સામાંનાં ઘર પર પડયા હતા.લગભગ ૧૭ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.ચેમ્બુરમાં અને વિક્રોલીમાં પણ ભારે નુકસાન થયંિ હોવાના સમાચાર મળે છે.

હવામાન ખાતાનાં સૂત્રોએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ૧૭,જુલાઇની મધરાત બાદ મુંબઇમાં  પ્રચંડ મેઘગર્જના,વીજળીના ભારે કડાકાભડાકા અને ૪૦ કિલોમીટર(દર કલાકે)ની તીવ્રતાના પવનો  સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. વરસાદની તીવ્રતા અતિ ભારે હતી.

ખાસ કરીને મેઘરાજા  પશ્ચિમનાં પરાં પર જાણે કે ભારે ખફા થયા હોય તેમ (૨૪લાક) કોલાબામાં-૧૯૬.૮ મિલિમીટર(૭.૮૭ ઇંચ), મહાલક્ષ્મી- ૨૦૫.૫ મિલિમીટર(૮.૨૨ ઇંચ),  સાંતાક્રૂઝમાં ૨૩૪.૯ મિલિમીટર(૯.૩૯ ઇંચ), જુહૂ એરપોર્ટ-૧૯૩.૫(૭.૭૪ ઇંચ), રામમંદિર-૨૬૦.૭( ૧૦.૪૨ ઇંચ),મીરા રોડ-૨૩૬.૫(૯.૪૨ ઇંચ), ભાયંદર-૨૧૩.૫(૮.૫૪ ઇંચ) જેટલો શ્રીકાર  વરસાદ વરસ્યો હતો.

ચેમ્બુર-૨૧૮.૪૫ મિલિમીટર, વિક્રોલી-પશ્ચિમ-૨૧૧.૦૮, કાંદિવલી- ૨૦૬.૪૯, મરોલ-૨૦૫.૬૯, કિલ્લા-ફોર્ટ-૨૦૧.૯૩ અને જી- દક્ષિણ વિભાગ(વરળી)માં ૨૦૦.૪ મિલિમીટર વર્ષા થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here