મેઘ મહેર : 24 કલાકમાં રાજ્યમાં 140 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માણસા અને સાવરકુંડલામાં 4 ઇંચ ખાબક્યો

0
7

રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગત 24 કલાકમાં રાજ્યના 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 13 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને અમરેલીના સાવરકુંડલામાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં)
ગાંધીનગર માણસા 4
અમરેલી સાવરકુંડલા 4
તાપી સોનગઢ 3.6
મહેસાણા કડી 3.6
સુરેન્દ્રનગર ચોટીલા 3.1
તાપી વ્યારા 3
તાપી નિઝર 3
ખેડા કપડવંજ 2.5
ભાવનગર ભાવનગર 2.3
મહેસાણા મહેસાણા 2.3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here