ચોમાસું : છેલ્લા 12 કલાકમાં 144 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કચ્છના માંડવી અને મુંદ્રામાં 5.2 ઇંચ ખાબક્યો

0
0

ગાંધીનગર. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો છે. 21 તાલુકામાં 1 ઇંચથી 5.2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં પડ્યો છે. કચ્છના માંડવી અને મુંદ્રા તાલુકામાં 5.2 ઇંચ ખાબક્યો છે, જ્યારે વલસાડના ધરમપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6 વાગ્યાથી ,સાંજના વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં)
કચ્છ માંડવી 5.2
કચ્છ મુંદ્રા 5.2
વલસાડ ધરમપુર 3
કચ્છ ગાંધીધામ 2.5
બનાસકાંઠા દિયોદર 2.4
ભરૂચ ભરૂચ 2
ડાંગ સુબિર 2
અરવલ્લી ભિલોડા 2
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 1.8
સાબરકાંઠા પોશિના 1.8

 

રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે. જોકે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.

  • 16 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે
  • 17 ઓગસ્ટના ફરી વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.
  • 18 ઓગસ્ટના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં માધ્યમથી સામાન્ય વરસાદ રહશે.
  • 19 ઓગસ્ટના કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે.

રાજ્યના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો

ગઈકાલે રાજ્યમાં તમામ ઝોનમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના 201 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો. જ્યારે ડાંગના વધઈમાં 5 ઈંચ, મહેસાણાના ઊંઝામાં સવા ચાર ઈંચ, જૂનાગઢના વિસાવદર, નવસારીના વાંસદા અને નવસારીમાં 4 ઈંચ વરસાદ નોઁધાયો હતો. જ્યારે મોરબીના વાંકાનેર, નવસારીના જલાલપોર, ગણદેવી અને ચીખલી, પાટણ, ભરૂચના વાગરા, તાપીના વ્યારા અને સુરતના ઉમરપાડામાં 3-3 ઈંચ વરસાદ નોઁધાયો હતો.

ગઈકાલે 15 ઓગસ્ટે નોંધાયેલા વરસાદના 3થી 7 ઈંચ સુધીના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
વલસાડ કપરાડા 171
ડાંગ વધઈ 122
મહેસાણા ઊંઝા 110
જૂનાગઢ વિસાવદર 100
નવસારી નવસારી 89
નવસારી વાંસદા 87
મોરબી વાંકાનેર 85
નવસારી જલાલપોર 85
પાટણ પાટણ 83
નવસારી ગણદેવી 82
ભરૂચ વાગરા 80
તાપી વ્યારા 79
સુરત ઉમરપાડા 79
નવસારી ચીખલી 75

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here