24 કલાકમાં ગુજરાતના 222 તાલુકામાં વરસાદ, 6 ઈંચ ધોધમાર વરસાદથી જુનાગઢ તરબતર

0
6

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન પોણા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈને જુનાગઢમાં ડેમ અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે. તો જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. જુનાગઢ શહેરના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયો છે. સવારથી જિલ્લાના કેશોદ, મેંદરડા, માંગરોળ અને વંથલી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. તો કેશોદમાં પણ બે કલાકમાં ધોધમાર પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત મેંદરડા, માંગરોળ અને વંથલીમાં અડધો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના સિટી અને પોરબંદરના રાણાવાવમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પોરબંદર શહેરમાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. તો પોરબંદરના કુતિયાણા, નવસારી શહેર અને રાજકોટના જેતપુર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ભાણવડ અમરેલીના રાજુલામાં 4.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છના મુન્દ્રા અને જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

તો અમરેલીના જાફરાબાદ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 13 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 21 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે .રાજ્યના 44 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 91 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here