મેઘમહેર : રાજ્યમાં 57 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં અવિરત મેઘાનું હેત વરસવાનું જારી, ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ

0
7

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘો મહેરબાન થયો છે.  ત્યારે આજે પણ રાજ્યમાં 57 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ 35 મિમિ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોઁધાયો છે. જ્યારે જામનગરમાં 34 મિમિ, જામજોધપુરમાં 24 મિમિ,  લાલપુરમાં 21 મિમિ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને પોરબંદરમાં 20-20 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત કુતિયાણામાં 17 મિમિ, ઉપલેટામાં 16 મિમિ, વંથલી અને રાણાવાવમાં 13-13 મિમિ, નસવાડી અને જૂનાગઢમાં 12-12 મિમિ, ગીર ગઢડામાં 11 મિમિ તથા દ્વારકા અને ધરમપુરમાં 10-10 મિમિ વરસાદ નોઁધાયો છે.

આજે સવારે  6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 10 મિમિ સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 35
જામનગર લાલપુર 34
જામનગર જામજોધપુર 24
જામનગર લાલપુર 21
દેવભૂમિ દ્વારકા ભાણવડ 20
પોરબંદર પોરબંદર 20
પોરબંદર કુતિયાણા 17
રાજકોટ ઉપલેટા 16
જૂનાગઢ વંથલી 13
પોરબંદર રાણાવાવ 13
છોટાઉદેપુર નસવાડી 12
જૂનાગઢ જૂનાગઢ 12
જૂનાગઢ જૂનાગઢ શહેર 12
ગીર સોમનાથ ગીર ગઢડા 11
દેવભૂમિ દ્વારકા દ્વારકા 10
વલસાડ ધરમપુર 10

 

ગઈકાલે 6 જુલાઈએ રાજ્યમાં 18 તાલુકામાં નોંધાયેલો 100 મિમિ સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
જામનગર કાલાવડ 392
જામનગર જામનગર 236
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 235
રાજકોટ પડધરી 230
જામનગર લાલપુર 221
જામનગર ધ્રોલ 208
જામનગર જોડીયા 195
કચ્છ ભચાઉ 169
રાજકોટ લોધિકા 144
કચ્છ અંજાર 143
રાજકોટ રાજકોટ 132
કચ્છ ગાંધીધામ 118
દેવભૂમિ દ્વારકા ભાણવડ 106
કચ્છ રાપર 103
ગીર સોમનાથ કોડીનાર 102
ડાંગ વધઈ 102
મોરબી ટંકારા 100
ગીર સોમનાથ સુત્રાપાડા 100

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here