ચોમાસું : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોધાયો, સૌથી વધુ વરસાદ વલસાડમાં 6 ઈંચ ખાબક્યો

0
0

ગાંધીનગર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી હતી. દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો હતો. વલસાડમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પારડી, કામરેજ, ગણદેવી અને ચીખલીમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના મહુવા, વાપી, સુરત, નવસારી અને ખેરગામમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

ગઈકાલે રાજ્યના વિવિધ તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
વલસાડ વલસાડ 143
વલસાડ પારડી 108
સુરત કામરેજ 103
નવસારી ગણદેવી 98
નવસારી ચીખલી 96
સુરત મહુવા 66
વલસાડ વાપી 64
સુરત સુરત શહેર 45
નવસારી નવસારી 41
નવસારી ખેરગામ 40
સુરત પાલસણા 35
અમરેલી બગસરા 32
તાપી વાલોદ 31
નવસારી જલાલપોર 31
નવસારી વાંસદા 23
સુરત બારડોલી 22
આણંદ આંકલાવ 14
આણંદ બોરસદ 12
સુરત માંડવી 11
ડાંગ વધઈ 11
તાપી વ્યારા 10
વલસાડ ધરમપુર 10
વલસાડ કપરાડા 10

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here