Wednesday, December 8, 2021
Homeમેઘ મહેર : દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વઘઈમાં...
Array

મેઘ મહેર : દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વઘઈમાં 4 ઈંચ ખાબક્યો

સુરત. ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ નોંધાયો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

પાંચ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વઘઈમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે નવસારી જિલ્લાના નવસારી, ચીખલી અને જલાલપોરમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના પલસાણા અને વલસાડમાં પણ બે ઈંચથી વધુવરસાદ નોંધાયો છે.

આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

ગુજરાતના ઉપર સર્જોયલ અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સાથે બંગાલની ખાડી સુધી મોન્સૂન ટ્ર્ફ બની છે. જેથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આગામી બે દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકો વરસાદ(મીમી)
વઘઈ 102
વલસાડ 56
નવસારી 54
પલસાણા 53
જલાલપોર 51
ચીખલી 48
કપરાડા 47
સુરત સિટી 42
કામરેજ 40
વાપી 40
માંગરોળ 39
ઓલપાડ 38
ડોલવણ 36
ઉમરપાડા 31
ખેરગામ 30
પારડી 30
માંડવી 29
વાલોડ 28
મહુવા 27
ગણદેવી 27
ઉમરગામ 27
પારડી 25
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments