પ્રાંતિજ સહિત તાલુકા માં વરસાદ , સવા બે ઇચ જેટલો વરસાદ ખાબક્યો

0
29

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં પણ લાંબી ઇનિંગ બાદ મેઘરાજા ની મેધમહેર જોવા મળી હતી અને રાત્રી ના સમયે ધીમીધારે શરૂ થયેલ વરસાદ વચ્ચે-વચ્ચે પીકપક પડતા પ્રાંતિજ સહિત તાલુકા માં સવા બે ઇચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો નગરજનો સહિત ધરતી પુત્રો માં ખુશી જોવા મળી હતી .

 

 

ચોમાસા ના આગમન ને દોડ મહિનો વિતી ગયાં બાદ પણ મેઘરાજા ગુજરાત ના કેટલાય જિલ્લાઓમાં  ચોમાસા ની સીઝનમાં જ ના દેખાતા કોળું ઝાટક રહેતા ધરતી પુત્રો સહિત સોવકોઇ વગર વરસાદે ગરમી તથા બફાળા માં શેકાતા જોવા મળ્યા હતાં તો જિલ્લા સહિત ના તાલુકા ના  જળાશયો ના તળીયા દેખાવા માડયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ સહિત તાલુકા માં મેઘરાજા ની ધીમીધારે પવન વિજળી ગાજગજના સાથે આગમન થતાં થોડીક સ્પીડ પકડતા રાત્રીના સમયે પ્રાંતિજ સહિત ના વિસ્તારો મા સવા બે  ઇચ વરસાદ ખાબક્યો હતો.

 

 

તો પ્રાંતિજ સહિત ના વિસ્તારો મા વરસાદ ને લઇને ઠંડક પ્રસરી જવા પામી છે તો ધરતી પુત્રો પણ પાક ને લઇ ને ચીન્તામા હતા અને ખેતી લાયક વરસાદ પડતા હાલ રહેલ પાક ને પણ જીવન દાન મળતા ધરતી પુત્રો માં ખુશી જોવા મળી હતી તો પ્રાંતિજ સહિત ના વિસ્તારો માં પાણી ભરાવવાના બનાવો બન્યા હતાં તો પ્રાંતિજ ઉમાપાર્ક સોસાયટી  , હરીઓમ પાર્ક સહિત ની સોસાયટી સહિત ના વિસ્તારો મા પાણી ભરાયું હતું તો મોસમ નો કુલ વરસાદ ૩૨૫ મીમી નોંધાયો છે જે ૧૩ ઇચ જેટલો કુલ મોસમ નો  વરસાદ હાલ નોંધાયો છે  .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here