Wednesday, September 22, 2021
Homeવરસાદ : મુંબઇમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો, પ્લેન, ટ્રેન અને બસસેવાને અસર...
Array

વરસાદ : મુંબઇમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો, પ્લેન, ટ્રેન અને બસસેવાને અસર થઈ

મુંબઇમાં ગુરુવારથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વડાલા, સાયન સહિત કેટલાય નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તેના લિધે BMC દ્વારા બસોના રૂટ બદલવામાં આવ્યા છે. લોકલ ટ્રેન સેવા, વિમાનસેવા પણ સતત વરસતા વરસાદનાં લીધે પ્રભાવિત થઇ છે. મુંબઇનાં સિવાય થાણે અને રાયગઢ માટે પણ હવામાન વિભાગએ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

મુંબઇના ગાંધી માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે કમર સુધી પાણી ભરાઇ ગયા છે.
મુંબઇના ગાંધી માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે કમર સુધી પાણી ભરાઇ ગયા છે.

લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની ચેતાવણી
હવામાન વિભાગએ રેડ એલર્ટ જાહેર કરીને મુંબઇ અને તેના ઉપનગરોમાં આગળના 24 કલાકમાં વરસાદની આગાહી કરી છે. મુંબઇમાં ભારે વરસાદનાં લીધે ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. ચોમાસામાં હંમેશા મુંબઇ જળમગ્ન થઇ જાય છે. BMCએ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની ચેતાવણી આપી છે.

થોડા કલાકોના વરસાદ પછી આવી સ્થિતિ મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં બને છે. શુક્રવારની સવારની આ તસવિર ગાંધી માર્કેટની છે.
થોડા કલાકોના વરસાદ પછી આવી સ્થિતિ મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં બને છે. શુક્રવારની સવારની આ તસવિર ગાંધી માર્કેટની છે.

સેંટ્રલ રેલવે રૂટ પર લોકલ ટ્રેન પ્રભાવિત
મધ્ય રેલવે CPROના અનુસાર ભારે વરસાદ અને પાણી ભરાવાના લીધે કૂર્લા-વિદ્યાવિહાર પાસે ટ્રેનો 20-25 મીનિટ મોડી ચાલી રહી છે. સ્લો લાઇન ટ્રાફિક કૂર્લા-વિદ્યાવિહારને ફાસ્ટ લાઇનમાં ડાયવર્ટ કરાયો છે. હાર્બર લાઇન પણ 20-25 મીનિટ મોડી ચાલી રહી છે.

મુંબઈના લિંકિંગ રોડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે
મુંબઈના લિંકિંગ રોડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે

મુંબઇમાં અત્યાર સુધી 1291.8 મિલીમિટર વરસાદ થયો
મુંબઇમાં 1 જૂનથી અત્યાર સુધી 1291.8 મિલીમિટર વરસાદ થયો છે. જે સામાન્યથી 48% વધુ છે. છેલ્લા એક અઢવાડિયામાંજ મંબઇમાં આશરે 302મિમી વરસાદ થયો, જે સામાન્યથી 77% વધારે છે.

આ તસવીર મુંબઈનાં ગાંધી માર્કેટ વિસ્તારની છે. અહીં ઘણી સોસાયટીઓમાં પાણી આજ રીતે ભરાય છે.
આ તસવીર મુંબઈનાં ગાંધી માર્કેટ વિસ્તારની છે. અહીં ઘણી સોસાયટીઓમાં પાણી આજ રીતે ભરાય છે.
ભારે વરસાદ વચ્ચે મુંબઇના સાયન વિસ્તારમાં બજારમાંથી સામાન લઈ જતો એક વ્યક્તિ
ભારે વરસાદ વચ્ચે મુંબઇના સાયન વિસ્તારમાં બજારમાંથી સામાન લઈ જતો એક વ્યક્તિ
આ તસવીર મુંબઈના નીચાણવાળા વિસ્તારની છે, જે ભારે વરસાદ બાદ રસ્તા પાણીમાં ડૂબી ગયા છે.
આ તસવીર મુંબઈના નીચાણવાળા વિસ્તારની છે, જે ભારે વરસાદ બાદ રસ્તા પાણીમાં ડૂબી ગયા છે.
ભારે વરસાદ પછી ઓફિસ જતા મુંબઇવાસીઓ
ભારે વરસાદ પછી ઓફિસ જતા મુંબઇવાસીઓ
મુંબઇમાં ભારે વરસાદ પછી થયેલો ટ્રાફિકજામ
મુંબઇમાં ભારે વરસાદ પછી થયેલો ટ્રાફિકજામ
મુંબઇના ચૂનાભટ્ટી વિસ્તારમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કાર પાણીમાં ડૂબી ગઈ છે
મુંબઇના ચૂનાભટ્ટી વિસ્તારમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કાર પાણીમાં ડૂબી ગઈ છે
મુંબઇના વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ભારે વરસાદ વચ્ચે ટામેટાં ભરેલી ટ્રક પલટી ગઈ હતી
મુંબઇના વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ભારે વરસાદ વચ્ચે ટામેટાં ભરેલી ટ્રક પલટી ગઈ હતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments