મેઘ મહેર : વહેલી સવારથી રાજ્યના 37 તાલુકામાં વરસાદ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ

0
0

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી મેઘ મહેર જોવા મળી છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને અમરેલીના ધારી અને ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ 11 તાલુકામાં મેઘો મન મુકીને વરસ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 જિલ્લામાં 1થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.

સવારના 6થી 8 સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(mmમાં)
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 40
અમરેલી ધારી 39
અમરેલી ખાંભા 37
અમરેલી સાવરકુંડલા 18
જૂનાગઢ મેંદરડા 18
ભાવનગર મહુવા 15
અમરેલી જાફરાબાદ 13
બોટાદ રાણપુર 13
જૂનાગઢ માંગરોળ 10

 

33માંથી 26 જિલ્લામાં વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાંથી 26 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, મોરબી,  સુરેન્દ્રનગર,  કચ્છ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં)
જૂનાગઢ માળિયા 5
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 4
ગીર-સોમનાથ તલાલા 3
રાજકોટ જામકંડોરણા 3
ગીર-સોમનાથ કોડિનાર 3
વલસાડ વલસાડ 3
ગીર-સોમનાથ વેરાવળ 2
વલસાડ ઉમરગામ 2
નવસારી જલલાપોર 2
જામનગર લાલપુર 2
દેવભૂમિ દ્વારકા દ્વારકા 2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here