રાજકોટમાં વરસાદથી આજી નદીમાં ઘોડાપુર, રામનાથ મંદિરમાં પાણી ભરાઈ ગયું

0
0

વરસાદને કારણે ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા, ચેકડેમો પણ ઉભરાયા હતા. જો કે આ વરસાદના પાણીથી ઘેલો નદીમાં પણ ઘોડાપુર સર્જાયા હતા. આ સિવાય ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ૬થી ૮ લઈને ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ગામોમાં ઈતરીયા, લીબાળી, વાવડી, રામપરા, રોજમાળ, કેરાળા સહિતના અનેક ગામડાઓમાં ભારે વરસાદ નોધાયો હતો.

 

ગઢડાથી જસદણ અને રાજકોટ જવાનો રસ્તો બંધ

ઘેલો નદીમાં વરસાદ અને આસપાસના વિસ્તારોમાં સતત પડેલા ભારે વરસાદને પગલે એક તરફ ગઢડાથી જસદણ અને રાજકોટ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ઈતરીયા ડેમ પણ હવે ઓવરફ્લો થવાની શક્યાતા ધ્યાનમાં લઈને નગરપાલિકાએ શહેરમાં રીક્ષા ફેરવીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.

રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે રાજકોટની આજી નદીમાં પણ રાત્રે ઘોડાપુર સર્જાયા હતા. વધારે પાણીનો પ્રવાહ બનતા રામનાથ મંદિરમાં પાણી ભરાઈ ગયું હતું. આ મંદિરના નિરીક્ષણ માટે મેયર બીના બેન આચાર્યે સ્થળની મુલાકાત લઈને આ જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું હતું. જો કે આજી ડેમમાં આવેલા પુરના કારણે કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here