દહેગામ તાલુકામાં વરસાદી માહોલ ખેડૂતોની મગફળીના અને અન્ય પાકોમાં ભારે નુકસાન થવાના એંધાણ.

0
13

 

દહેગામ તાલુકામાં વધી રહેલા વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો.
દહેગામ તાલુકા અને શહેરમાં ધોધમાર વરસાદ શરૂ.
તાલુકા અને શહેર ના રસ્તાઓ પાણીથી તરબોળ.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં હાલમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થતાં ઠેરઠેર વરસાદી માહોલ છવાઇ ગયો છે. આજે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થવા પામ્યો છે. કારણકે જોરદાર વરસાદ તૂટી પડયો હોવાથી ખેડૂતોએ વાવેલી મગફળી કપાસ શાકભાજી અન્ય પાકોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોની ઊંઘ હરામ થઈ જવા પામી છે. કારણકે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જતાં તેનો જલદીથી નિકાલ થતો નથી. તેથી તૈયાર થયેલા પાકો કોહવાઈ જય છે. તેથી જગતનો તાત બિચારો બની જવા પામ્યો છે. તો સરકારે આ બાબતે ખેડૂતોનું સામે જુએ તેવી ખેડૂતોની માંગ વધી જવા પામી છે.

બાઈટ : દહેગામ તાલુકામાં વરસાદ

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર