Monday, January 13, 2025
Homeગાંધીનગર GUJARAT: જિલ્લામાં વરસાદી માહોલ છવાયો દહેગામ પથંકમાં એક ઇંચ વરસાદ

GUJARAT: જિલ્લામાં વરસાદી માહોલ છવાયો દહેગામ પથંકમાં એક ઇંચ વરસાદ

- Advertisement -

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.જે અંતર્ગત ઘણા જિલ્લામાં ભારે ભવન સાથે વરસાદ પડી રહ્યો છે.તો ઘણા વિસ્તારમાં ભારે પવન ફુકાતા વરસાદી માહોલ અનુભવવા મળ્યો છે.ત્યારે આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર સહિત ગાંધીનગર જિલ્લા ઉપર પણ અનુભવવા મળી હોય તેવો અહેસાસ નગરજનોને  કરવો પડી રહ્યો છે.તો બીજી તરફ  જિલ્લાના દહેગામમાં એક ઇંચ વરસાદ પડયો છે. તો કલોલ, માણસા અને ગાંધીનગર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

રાજ્યમાં ભારેથી અતિ  ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.વાતાવરણમાં પલટો આવતા રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.ત્યારે બદલાયેલા હવામાનની અસર અનુભવવા મળી રહી છે.સમગ્ર દિવસ દરમિયાન પાટનગરમાં વાદળો છવાયા હતા અને વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે મંગળવારે ભારે બફારા વચ્ચે બપોર બાદ વરસાદી માહોલની અસર અનુભવવા મળી હતી. આમ સમગ્ર ગાંધીનગર જિલ્લાને આ વાતાવરણએ બાનમાં લીધું હોય તેમ વરસાદ પડયો હતો.તો બીજી તરફ જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ જવાથી  કાળજાળ ગરમીમાંથી રાહત મેળવી છે.આમ વાતાવરણમાં થયેલા ફેરબદલના પગલે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આ વાતાવરણની અસર અનુભવવા મળી હોય તે પ્રકારે મંગળવારે બપોર બાદ ઠંડા પવનો ફૂંકાયા અને વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા.તો બીજી તરફ તાપમાનના પારામાં ઘટાડો થવાના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે.ઝાપટા પડતા ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.તો બીજી તરફ જિલ્લાના દહેગામ પંથકમાં એક કલાક દરમિયાન ૧ ઇંચ વરસાદ અને કલોલ, માણસા તથા ગાંધીનગર પંથકમાં વરસાદ પડયો હતો.જ્યારે રાજ્યના પાટનગરમાં ભારે બફારા બાદ વરસાદ પડયો છે. ત્યારે વરસાદના પગલે દહેગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આમ વરસાદી માહોલ છવાઈ જવાના કારણે લોકોએ પણ રાહત અનુભવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular