રાયપુર : હોસ્પિટલમાં 7 નવજાત બાળકોના મૃત્યુ, ઓક્સિજન વગર રીફર કરવાનો આરોપ

0
4

છત્તીસગઢના રાયપુરની જિલ્લા હોસ્પિટલમાં રાતે 8 વાગ્યાની આસપાસ 3 બાળકોના મૃત્યુ થયા છે. તે પછી બાળકોના પરિવારના સભ્યોએ ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવતા બબાલ કરી હતી. પરિવારના સભ્યોનો આરોપ હતો કે તબિયત બગડવાના કારણે બાળકોને ઓક્સિજન લગાવ્યા વગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યાં હતા. જ્યારે હોસ્પિટલમાં હાજર એક દર્દીના સંબંધીએ દાવો કર્યો છે કે 3 નહિ પરંતુ 7 બાળકોના મૃત્યુ થયા છે. તેણે કહ્યું મે મારી આંખે એક પછી એક સાત બાળકોના શબને લઈ જતા જોયા છે.

એક બાળકના પિતા ધનશ્યામ સિન્હાએ આરોપ લગાવ્યો કે તેના બાળકની સ્થિતિ બગડ્યા પછી ડોક્ટરોએ તેને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનુ કહ્યું. બાળકની સ્થિતિ ગંભીર હતી. તેને લઈ જવા માટે ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડી, જોકે આપવામાં ન આવ્યો. તે સતત હોસ્પિટલના મેનેજમેન્ટના લોકોને સિલિન્ડરની માંગ કરતા રહ્યાં. આ દરમિયાન દાખલ થયેલા અન્ય બે બાળકોના મૃત્યુ થયા. બબાલની માહિતી મળતા પંડરી પોલીસ સ્ટેશનથી પોલીસ પણ પહોંચી ગઈ.

પોલીસની દખલગીરીથી અઢી કલાક પછી શાંત થયા લોકો
બાળકોના ઈન્ટેસિવ કેર યુનિટમાં મોડી રાત સુધી બબાલ થતી રહી. પરિવારના સભ્યોને કોઈ યોગ્ય જવાબ આપી રહ્યું નથી. લગભગ 2થી અઢી કલાક સુધી બબાલ પછી પોલીસની દખલગીરીથી પરિવારના સભ્યો શાંત થયા. રાતે 11 વાગ્યા સુધી ત્રણ બાળકોના શબની સાથે ઘરના સભ્યો પરત ફર્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટના લોકો બીજા પરિવારના સભ્યોને સમજાવવા લાગ્યા અને માહોલ શાંત થયો. જ્યારે હોસ્પિટલના મેનેજમેન્ટ તરફથી કેહેવામાં આવ્યું કે બાળકોના મૃત્યુ સામાન્ય હતા.

મેં 7 લાશોને નીકળતા જોઈ
બેમેતરામાંથી આવેલા એક સંબંધીએ કહ્યું કે સાંજના સમયે ત્રણ બાળકોના મૃત્યુ થયા. તે પછી બબલા થઈ, જોેકે મંગળવારે દર બે કલાકે એક બાળકનું શબ બહાર નીકાળવામાં આવી રહ્યું હતું. તેમણે કુલ 7 બાળકના શબને અહીંથી લઈ જતા જોયા. તેમના બે બાળકોને અહીં છેલ્લા 3 દિવસથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમની સ્થિતિની કોઈ માહિતી તેમને આપવામાં આવી નથી. જે બાળકોના શબ નીકળ્યા તે તમામ ઘણા દિવસોથી અહીં સારવાર કરાવી રહ્યાં હતા. ખૂબ જ નબળા હતા અને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રોજ નવી બીમારી જણાવે છે ડોક્ટર
15 જુલાઈથી અહીં પોતાના બાળકોની સારવાર કરાવી રહેલા પિતાએ જણાવ્યું કે આટલા દિવસમાં ડોક્ટરે તેમને વિવિધ બીમારીઓ હોવાનું કહ્યું છે. પહેલા દિવસે કહ્યું કે કીડની ખરાબ છે. તે પછી કહ્યું કે હાર્ટમાં છીદ્ર છે. પછીથી કહેવા લાગ્યા તમારા બાળકોની જીંદગી માત્ર 10 મિનિટ માટે જ છે. અત્યાર સુધીમાં બાળકોની સ્થિતિની સાચી માહિતી આપવામાં આવી નથી. રાયપુરથી આવેલા એક સંબંધીએ કહ્યું કે ICUમાં બાળકો હોવાનું કહીને આ બાળકોની તબિયત અંગે જાણ પણ કરાતી નથી કે તેમને રૂબરૂ જોવા દેવામાં પણ આવતા નથી.

ઘટનાની તપાસ ચાલુ
મંગળવારે સાંજે પંડરી જિલ્લા હોસ્પિટલ કેમ્પસમાં થયેલી બબાલની વધુ તપાસ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ડોક્ટર પાસે સંપૂર્ણ માહિતી માંગી છે. બુધવાર સાંજ સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આ મામલા અંગે ખુલાસો કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે અત્યાર સુધી આ ઘટનાને ડોક્ટરની બેદરકારી માનવા હોસ્પિટલ તૈયાર નથી.

બાળકનો જન્મ જિલ્લા હોસ્પિટલમાં સોમવારે 9 વાગ્યે થયો. જન્મથી શ્વાસ લેવામાં મુશ્કેલી હતી અને રડી રહ્યો ન હતો. તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. આ બાળકનું રાતે 8 વાગ્યે મૃત્યુ થયું. ત્રણ મૃત્યુની વાત સાચી નથી.
ડો.વિનીત જૈન, અધીક્ષક-અંબેડકર હોસ્પિટલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here