Friday, March 29, 2024
Homeઉત્તરાખંડમાં આવેલા રાજાજી નેશનલ પાર્કમાં પહેલીવાર હાથીઓ માટે જીમ બનશે
Array

ઉત્તરાખંડમાં આવેલા રાજાજી નેશનલ પાર્કમાં પહેલીવાર હાથીઓ માટે જીમ બનશે

- Advertisement -

દેહરાદૂન. માણસોને તો તમે જીમમાં કસરત કરતા જોયા જ હશે પણ શું ક્યારેય હાથીઓને જીમમાં જોયા છે? ઉત્તરાખંડમાં આવેલા રાજાજી નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં હાથીઓ માટે જીમ બનાવવા માટેની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. અહિ હાથીઓ બોલથી લઈને ટાયર રિંગ અને માટીમાં મસ્તી કરી શકશે. રાજાજી ટાઈગર રિઝર્વમાં એલિફન્ટ કેમ્પ છે, અહિ 6 હાથી છે, જે જંગલથી અથવા તો તેમની માતાથી કોઈ કારણોસર અલગ થઇ ગયા હતા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ બધાએન ભેગા કર્યા. તેમાં ઘણા મદનિયા પણ સામેલ છે. આ બધાના સ્વાસ્થ્ય અને ખુશ રાખવા માટે જીમ  બનાવામાં આવી રહ્યું છે.

રાજાજી ટાઈગર રિઝર્વની સિનિયર વેટરનરી ઓફિસર ડો. અદિતિ શર્મા કેમ્પમાં હાજર દરેક હાથીઓને મેડિકલ ચેકઅપથી લઇને મેડિકલ ટ્રિટમેન્ટ આપે છે. અદિતિએ કહ્યું કે, કેમ્પમાં હાથીઓ માટે ખાવા-પીવાની પૂરતી વ્યવસ્થા હોય છે, પણ તેમને જંગલ જેવો આનંદ મળતો નથી. જીમમાં જવા માટે હાથીઓને કોઈ દબાણ કરવામાં નહિ આવે. તેમને ત્યાં પ્રાકૃતિક વાતાવરણ આપવામાં આવશે અને પોતાની રીતે પ્રવૃત્તિ કરી શકશે. આમ કરવાથી હાથીઓને મેન્ટલ સ્ટ્રેસ નહિ લાગે અને સ્વસ્થ રહેશે. મારું પહેલેથી એક સપનું હાથીઓ માટે જીમ બનાવવાનું હતું. આ દેશની પ્રથમ હાથીઓ માટેની વ્યાયામશાળા હશે. હું ઈચ્છું છું કે, વાઈલ્ડ લાઈફ સેક્ટરમાં આ જીમ એક સારું ઉદાહરણ બને.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular