રાજસ્થાન : રાજકીય ક્વૉરન્ટીન : કોંગ્રેસે 110 ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, ગેહલોતે કહ્યું……

0
11

જયપુર. રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. હવે એવી ફરિયાદો સામે આવી રહી છે કે ભાજપ અપક્ષને ‘પૈસા લો રાજીનામું આપો’ જેવી લાલચો આપી રહી છે.જેના માટે આગળની રણનીતિ નક્કી કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે સાંજે મુખ્યમંત્રી આવાસ પર બેઠક કરી હતી. ત્યારબાદ કોંગ્રેસે અપક્ષ સહિત 110 ધારાસભ્યોને જયપુરની હોટલ શિવ વિલાસમાં શિફ્ટ કરી દીધા છે. ત્યારપછી ગેહલોત પણ હોટેલ ગયા હતા અને ધારાસભ્યોને એકજૂથ થઈને રહેવાની સલાહ આપી હતી.

તેમણે કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યો મજબૂતાઈ સાથે ઊભા છે. ભાજપ કોઈને ખરીદી નહીં શકે. એવા સમાચાર મળી રહ્યા છે કે ભાજપ 5-10 કરોડ રૂપિયા એડવાન્સમાં આપવાની ઓફર કરી રહી છે. કેશ પણ ટ્રાન્સફર થઈ રહ્યા છે. ગેહલોતે કહ્યું કે, ચૂંટણી બે મહિના પહેલા પણ યોજાઈ શકતી હતી, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં ધારાસભ્યોની ખરીદી પુરી ન થવાના કારણે ભાજપે તેમા મોડું કર્યું હતું. રાજ્યમાં 19 જૂને 3 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ પાસે 13 અપક્ષ, લેફ્ટ અને BTPના બે-બે અને RLD ધારાસભ્યનું સમર્થન છે.

ઓબ્ઝર્વર મહેશ જોશીએ ACBને ફરિયાદ કરી

કોંગ્રેસના મુખ્ય ઓબ્ઝર્વર મહેશ જોશીએ એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)ના DGને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માટે ધારાસભ્યોને 25 કરોડ રૂપિયા સુધીની ઓફર કરાઈ રહી છે. તેમને કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે જ જયપુરમાં કોઈ મોટી કેશ ટ્રાન્સફર થઈ હોવાની લિંક પણ મળી છે. જેની તપાસ શરૂ થઈ ગઈ છે.

15 ધારાસભ્ય નથી આવ્યા, ઘણા AC ખરાબ હોવાના કારણે પાછા ગયા 

હોટલામાં 15 ધારાસભ્યો આવ્યા ન હતા, જેમાંથી ઘણા સ્વાસ્થ્ય અને ખાનગી કારણોથી નહોતા આવ્યા. ઘણાએ અંતર જાળવી રાખ્યું છે. હોટલમાં AC ખરાબ હોવાના કારણે અને ઘણી અન્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાછા ગયા હતા.

ભાજપ તોડફોડ કર્યા વગર એક જ બેઠક જીતી શકે છે 

રાજ્યમાં 19 જૂને 3 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગી અને ભાજપે રાજેન્દ્ર ગેહલોત અને ઓંકાર સિંહને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. સંખ્યાબળ પ્રમાણે ભાજપ પાસે માત્ર 1 ઉમેદવારને જીતાડવાની બહુમતી છે.

દરેક ઉમેદવારને જીતવા માટે ઓછામાં ઓછા 51 વોટ જોઈએ છે. કોંગ્રેસને બન્ને ઉમેદવારોને જીતાડવા માટે 102 વોટની જરૂર છે જે સરળતાથી મળી શકે તેમ છે. કોંગ્રેસ પાસે 13 અપક્ષ, લેફ્ટ, BTPના બે-બે અને એક RLDના ધારાસભ્ય છે. ભાજપ પાસે પોતાના 72 ધારાસભ્યો સિવાય ત્રણ વોટ RLPના છે.

BSPના 6 ધારાસભ્યોને તોડનારી કોંગ્રેસ હવે હોર્સ ટ્રેડિંગનો રાગ ગાઈ રહી છેઃ રાઠોડ 

વિધાનસભામાં નાયબ વિપક્ષી નેતા રાજેન્દ્ર રાઠોડે વાડાબંદીને મોટું રાજકીય નાટક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બસપાના 6 ધારાસભ્યોને તોડનારી કોંગ્રેસ હોર્સ ટ્રેડિંગનો રાગ ગાઈ રહી છે. કોંગ્રેસએ પોતાના જ ધારાસભ્યોનો આંતરિક વિદ્રોહ, જૂથબંધીથી મજબૂર થઈને આ પગલા લેવા પડ્યા છે. નેતૃત્વનું મનોબળ નબળું છે, અસુરક્ષાની ભાવના છે. આના જ કારણે વાડાબંધી જેવા અલોકતાંત્રિક પગલા લેવા માટે સરકાર મજબૂર થઈ છે.

ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરવાના ત્રણ મોટા કારણ

1. અપક્ષ અને અન્ય કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ગેહલોતને ફરિયાદ કરી હતી કે ભાજપે તેમને કરોડો રૂપિયાની લાલચ આપી હતી. ત્યારબાદથી રાજકીય હલચલ વધી ગઈ અને ધારાસભ્યોને એકજૂથ કરવાના પ્રયાસ શરૂ થઈ ગયા હતા.
2.ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી 19 જૂને છે. આ પહેલા 8 કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે.આ આખા ઘટનાક્રમ માટે પણ ભાજપને જ જવાબદાર ગણાવાઈ રહી છે. અહીંયા પણ રિઝોર્ટ પોલિટિક્સ ચાલી રહ્યું છે.

3..રાજસ્થાનમાં ભાજપ પાસે જેટલા ધારાસભ્યો છે, તેના હિસાબથી તેઓ એક જ સીટ જીતી શકે તેમ છે, પરંતુ ઉમેદવાર બે ઊભા કર્યા છે. કોંગ્રેસને બીક છે કે બીજા ઉમેદવારને જીતાડવા માટે ભાજપ તોડફોડ કરશે.

ભાજપને જનમતમાં વિશ્વાસ નથીઃ સુરજેવાલા

ભાજપને જનમતમાં વિશ્વાસ નથી. તેનું ચરિત્ર જ પ્રજાતંત્રનું ચીર હરણ કરવાનું છે, પરંતુ રાજસ્થાન વીર ભૂમિમાં ભાજપના આવા કાવતરા સફળ નહીં થાય- રણદીપ સુરજેવાલા, ચૂંટણી સુપરવાઈઝર, રાજસ્થાન

તમામ કોંગ્રેસી એકજૂથસ બન્ને સીટ પણ જીતશેઃપાયલટ

જ્યારે સોનિયા અને રાહુલ ગાંધીએ ઉમેદવાર નક્કી કરી દીધા હોય તો કોઈ પણ પ્રકારનો ભ્રમ ન રાખવો જોઈએ,તમામ કોંગ્રેસના ધારાસભ્ય એકજૂથ છે. બહુમતી પણ આપણી પાસે છે. બન્ને બેઠક કોંગ્રેસ જીતશે
સચિન પાયલટ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, ડેપ્યુટી CM