Wednesday, September 28, 2022
Homeદેશરાજસ્થાન : જમીન વિવાદ મામલે એક જ પરિવારના 4 લોકોને ગાડીથી કચડ્યા

રાજસ્થાન : જમીન વિવાદ મામલે એક જ પરિવારના 4 લોકોને ગાડીથી કચડ્યા

- Advertisement -

ગેંગવોરમાં ધોળા દિવસે ગેંગસ્ટર સંદીપ શેટ્ટીની હત્યાના બે દિવસ બાદ નાગૌર જિલ્લામાં વધુ એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. બુધવારે સાંજે નાગૌર જિલ્લાના ખિંવસાર વિસ્તારના કુડચી ગામમાં જમીન વિવાદને લઈને એક જ પરિવારના 4 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં ત્રણના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ આરોપીની શોધમાં છે. પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો નથી મળ્યો. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ખિંવસાર વિસ્તારમાં કુડછી-ઈસરનાવડા સડક માર્ગ પર બુધવારે સાંજે લગભગ 7:00 વાગ્યે બની હતી. ત્યાં જૂની અદાવતના કારણે કેટલાક લોકોએ ખેતરના પાળા પર કામ કરતી મહિલાઓ અને પુરૂષોને વાહન ચલાવીને કચડી નાખ્યા હતા. પરિજનો ઘાયલોને ખિંવસાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ બેને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા બેને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલો પૈકી એકનું જોધપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

ઘટના બાદ SP રામમૂર્તિ જોશી સહિત અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટના સ્થળનો તકાજો લઈ સમગ્ર ઘટનની જાણકારી લીધી હતી. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં મન્નીરામ બાવરી અને પૂજા પત્ની પૂર્ણા બાવરીના મૃતદેહ ખિંવસાર હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ મુકેશ બાવરી અને ગેકુ દેવી પત્ની ભગવાન રામને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા. મુકેશનું ત્યાં જ મોત થઈ ગયું હતું. તેમના મૃતદેહને ત્યાંની હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિત તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટનાનું કારણ જમીન વિવાદ છે. જમીનના વિવાદને લઈને લાંબા સમયથી બંને પક્ષોમાં દુશ્મની ચાલી રહી હતી. બુધવારે એક પક્ષ તરફથી ખેતરની પાળ પર વાડ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બીજા પક્ષના લોકો ત્યાં પહોંચ્યા હતા. આરોપ છે કે, તેમણે વાડ કરી રહેલી યુવતી સાથે છેડતી કરી હતી. ત્યારબાદ મામલો વધી ગયો હતો. ત્યારબાદ બીજા પક્ષે તેના પર ગાડી ચઢાવી તેઓને કચડી નાખ્યા. જોધપુરમાં દાખલ ઘાયલની હાલત પણ ગંભીર બતાવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular