રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું : રાજસ્થાનની જીત સાથે ચેન્નાઈ સુપરકિંગ્સ પ્લે-ઓફની રેસમાંથી બહાર.

0
5

IPL 2020ની 45મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે 196 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 18.2 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. રોયલ્સ માટે બેન સ્ટોક્સે પોતાના IPL કરિયરની બીજી સદી ફટકારતા 60 બોલમાં અણનમ 114 રન કર્યા. જ્યારે સંજુ સેમસને લીગમાં 13મી ફિફટી ફટકારતા 31 બોલમાં 54* રન કર્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે 152* રનની ભાગીદારી કરી.

રાજસ્થાન જીતતા ચેન્નાઈ પ્લે-ઓફની રેસમાંથી બહાર

આ સાથે રોયલ્સ પ્લે-ઓફની રેસમાં જીવંત રહ્યું છે, જ્યારે તેમની આ જીતે ચેન્નાઈ સુપરકિંગ્સને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધું છે. કારણકે આ જીત સાથે રાજસ્થાનના 10 પોઈન્ટ્સ થઇ ગયા છે. તેની બાકીની 2 મેચ- પંજાબ અને કોલકાતા સામે છે. જો તે બંને મેચ જીતે તો તેના 14 પોઇન્ટ થઇ જશે. મુંબઈ, દિલ્હી અને બેંગલોરના પહેલેથી 14 પોઇન્ટ છે. ચેન્નાઈના 14 પોઇન્ટ થઇ શકે એમ નથી ( 8 પોઈન્ટ્સ છે, 2 મેચ બાકી). જો રાજસ્થાન બંને મેચ હારે તો કોલકાતાના 14 થઇ જશે (અત્યારે કોલકાતાના 12 પોઈન્ટ્સ છે). જો રાજસ્થાન કોલકાતા સામે જીત અને પંજાબ સામે હારે તો પંજાબના 12 પોઈન્ટ્સ થઇ જશે. તેની અને કોલકાતાની એક મેચ બાકી છે, અને તેમાં જે જીત મેળવશે તેના 14 પોઇન્ટ થઇ જશે. આમ, મેચ જીતીને રાજસ્થાને ચેન્નાઈને પ્લે-ઓફની રેસમાંથી બહાર કરી દીધું છે.

સેમસનના નામે સીઝનમાં સૌથી વધુ 23 સિક્સ

મેચમાં સંજુ સેમસને 31 બોલમાં અણનમ 54 રન કર્યા. આ દરમિયાન તેણે 3 સિક્સ અને 4 ફોર મારી. આ સાથે સેમસન સીઝનમાં સૌથી વધુ 23 સિક્સ મારનાર પ્લેયર બન્યો છે. તેના પછી નિકોલસ પૂરનનો નંબર આવે છે, જેણે 22 સિક્સ મારી છે.

પેટિન્સને ઉથપ્પા અને સ્મિથને પેવેલિયન ભેગા કર્યા

રોબિન ઉથપ્પા 13 રને જેમ્સ પેટિન્સનની બોલિંગમાં મીડ-ઓન પર પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી સ્ટીવ સ્મિથ પણ 11 રને પેટિન્સનની બોલિંગમાં જ બોલ્ડ થયો હતો.

હાર્દિકે 20 બોલમાં ફિફટી મારી, મુંબઈએ 196 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 5 વિકેટે 195 રન કર્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 21 બોલમાં અણનમ 60 રનની તોફાની ઇનિંગ્સ રમી. તેણે આ દરમિયાન 2 ફોર અને 7 સિક્સ મારી. આ પંડ્યાની લીગમાં ચોથી ફિફટી છે. તેના સિવાય સૂર્યકુમાર યાદવે 40, ઈશાન કિશને 37 અને સૌરભ તિવારીએ 34 રનનું યોગદાન આપ્યું. રોયલ્સ માટે શ્રેયસ ગોપાલ અને જોફરા આર્ચરે 2-2, જ્યારે કાર્તિક ત્યાગીએ 1 વિકેટ લીધી.

IPLની એક જ મેચમાં છેલ્લી 3 ઓવરમાં સૌથી વધુ રન મારનાર બેટ્સમેન:

  • 57 રન (14 બોલ) – વિરાટ કોહલી વિરુદ્ધ ગુજરાત લાયન્સ, 2016
  • 52 રન (12 બોલ) – હાર્દિક પંડ્યા વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, આજે
  • 50 રન (17 બોલ) – આન્દ્રે રસેલ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, 2019

હાર્દિકે 18મી ઓવરમાં 4 સિક્સ અને 20મી ઓવરમાં 3 સિક્સ મારી

હાર્દિક પંડ્યાએ અંકિત રાજપૂતે નાખેલી 18મી ઓવરમાં 4 સિક્સ મારી હતી. પહેલા બોલે લોન્ગ-ઓન, ચોથા બોલે લોન્ગ-ઓફ, પાંચમા બોલે ફાઈન લેગ અને છઠ્ઠા બોલે ડીપ સ્કવેર લેગ પર મેક્સિમ મારી. 4 સિક્સ ઉપરાંત 2 સિંગલ અને 1 વાઈડ સાથે આ ઓવરમાં કુલ 27 રન આવ્યા હતા. જ્યારે 20મી ઓવરમાં પણ પંડ્યાએ પોતાનો પાવર બતાવતા કાર્તિક ત્યાગીની ઓવરમાં 3 સિક્સ અને 2 ફોર મારી હતી. 20મી ઓવરમાં પણ 18મી ઓવરની માફક 27 રન આવ્યા હતા.

હાર્દિક અને સૌરભની 64 રનની ભાગીદારી

સૌરભ તિવારી જોફરા આર્ચરની બોલિંગમાં લોન્ગ-ઓન પર સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 34 રન કર્યા હતા. તેમજ પાંચમી વિકેટ માટે હાર્દિક પંડ્યા સાથે 64 રનની ભાગીદારી કરી હતી.

ગોપાલે એક જ ઓવરમાં પોલાર્ડ અને સૂર્યકુમારને આઉટ કર્યા

કાયરન પોલાર્ડ 6 રને શ્રેયસ ગોપાલની બોલિંગમાં બોલ્ડ થયો. તે પહેલા સૂર્યકુમાર યાદવ આ જ ઓવરમાં 40 રને લોન્ગ-ઓફ પર સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો. સૂર્યકુમારે પોતાની 26 બોલની ઇનિંગ્સ દરમિયાન 4 ફોર અને 1 સિક્સ મારી હતી. ગોપાલે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી.

કિશન અને સૂર્યકુમારની 83 રનની ભાગીદારી ઓપનર કવિન્ટન ડી કોક 6 રને જોફરા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે બીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. કિશન 37 રને કાર્તિક ત્યાગીની બોલિંગમાં થર્ડ મેન પર આર્ચર દ્વારા કેચ આઉટ થયો હતો. આર્ચરે તેનો શાનદાર કેચ કર્યો હતો.

આર્ચરના કેચ પર તેના સાથી ખેલાડીઓનું રિએક્શન જોવો

https://twitter.com/IPL/status/1320380438171373570?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1320380438171373570%7Ctwgr%5Eshare_3%2Ccontainerclick_1&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fsports%2Fcricket%2Fipl-2020%2Fnews%2Fmi-vs-rr-ipl-2020-abu-dhabi-live-updates-127848440.html

 

મુંબઈની પ્લેઈંગ 11: કવિન્ટન ડી કોક(વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, પોલાર્ડ (કપ્તાન), કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

રાજસ્થાનની પ્લેઈંગ 11: રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન(વિકેટકીપર), જોસ બટલર, સ્ટીવ સ્મિથ (કપ્તાન), રિયાન પરાગ, રાહુલ તેવટિયા, જોફરા આર્ચર, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત અને કાર્તિક ત્યાગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here