અમદાવાદ : રાજસ્થાન હોસ્પિ.એ વેન્ટીલેટરની જરૂર વાળા કોરોનાના દર્દીને 35 મિનિટ પછી દાખલ કરતા મોત, AMCએ નોટિસ ફટકારી

0
0

અમદાવાદ. કોરોનાના ડેથસ્પોટ બનેલા શહેરમાં AMC દ્વારા એક બાદ હોસ્પિટલોને ધી એપેડેમિક એક્ટ હેઠળ નોટિસો ફટકારવામાં આવી રહી છે. બોડીલાઈન અને અર્થમ હોસ્પિટલ બાદ આજે શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. રાજસ્થાન હોસ્પિટલે 22 મે 2020થી AMC સાથે MOU કર્યાં હોવાછતાં MOUમાં જણાવ્યા મુજબ કુલ બેડ પૈકીના 50 ટકા બેડ AMCના ક્વોટા માટે ફાળવવાના હતા, પરંતુ હોસ્પિટલે આ બેડ ફાળવ્યા નહીં. તેમજ 18 જૂનના રોજ AMCના રીફર દર્દીને રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીને કારણે સમયસર દાખલ ન કરવાને કારણે દર્દીનું મોત થયું હતું.

દર્દીને વેન્ટીલેટરની જરૂર હોવાછતાં હોસ્પિ.એ 20 મિનિટે ગેટ ખોલ્યો અને 15 મિનિટે સ્ટ્રેચર લાવ્યા 

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર 73 વર્ષીય હરિશ કડિયા નામના દર્દીને વેન્ટીલેટરની જરૂર હોવાથી લાઈફ કેર હોસ્પિટલમાંથી રાજસ્થાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ડેપ્યુટી હેલ્થ ઓફિસરે રાજસ્થાન હોસ્પિટલમાં વેન્ટીલેટર ઉપલબ્ધ હોવાની પુષ્ટી પણ કરી લીધી હતી.  ત્યાર બાદ દર્દીને રાજસ્થાન હોસ્પિટલના કોરોના ગેટ પાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 20 મિનિટ સુધી કોરોના ગેટ ખોલવામાં આવ્યો નહોત. ત્યાર બાદ મોટાપાયે ઝઘડો થયો, તેમાં પણ હોસ્પિટલના સ્ટાફે સ્ટ્રેચર લાવવામાં બીજી 10-15 મિનિટની વાર લગાડી હતી. આ આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.

ચેરમેન સહિત કુલ 32 હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરવા નોટિસ 

ત્યાર બાદ આ મામલે તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ અહેવાલમાં રાજસ્થાન હોસ્પિટલ દ્વારા બેદરકારી રાખવામાં આવી હોવાની વાત સામે આવી હતી.  જેથી આરોગ્ય અધિકારીએ રાજસ્થાન હોસ્પિટલના ચેરમેન સહિત બોર્ડ ઓફ મેનેજમેન્ટના 8 સભ્ય તથા 24 ટ્રસ્ટી મળીને કુલ 32 હોદ્દેદારોને એપેડેમિક ડીસીઝ એક્ટ હેઠળ ભારે દંડ કરવા, કલમ-3 હેઠળ IPC ધારા 188 અંતર્ગત પોલીસ ફરિયાદ કરવા અને સી-ફોર્મ રજીસ્ટ્રેશન કરવા તથા અન્ય સખત કાર્યવાહી  નોટિસ ફટકારી છે.

થોડા દિવસ પહેલા બોડીલાઈન અને અર્થમ હોસ્પિ. રૂ.5-5 લાખનો દંડ ફટકાર્યો હતો 

થોડા દિવસ પહેલા આંબાવાડીમાં આવેલી અર્થમ હોસ્પિટલ અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારી હતી. કોર્પોરેશને આ બન્ને હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી હોવાથી હોસ્પિટલે AMCના 50 ટકા રિઝર્વ બેડ ખાલી હોવા છતાં ફુલ થઈ ગયા છે તેવું કહી દર્દીઓને દાખલ કરાતા નહોતા તેમજ ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. જેને કારણે નોટિસ ફટકારી હતી. ત્યાર બા કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરતા બન્ને હોસ્પિટલને રૂ.5-5 લાખનો દંડ ફટકાર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here