Tuesday, April 16, 2024
Homeરાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચ દિશાન્ત યાજ્ઞિકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં 14 દિવસ...
Array

રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચ દિશાન્ત યાજ્ઞિકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં 14 દિવસ કવોરન્ટીનમાં રહેશે

- Advertisement -

રાજસ્થાનના પૂર્વ વિકેટકીપર અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચ તરીકે ફરજ નિભાવતા દિશાન્ત યાજ્ઞિકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે રોયલ્સે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. યાજ્ઞિક અત્યારે ઉદયપુરમાં છે અને તેને 14 દિવસ માટે હોસ્પિટલમાં કવોરન્ટીન થવાની સલાહ આપવામાં આવી છે.

આવતા અઠવાડિયે રાજસ્થાનની ટીમ મુંબઇમાં ભેગી થવાની છે, તે પહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 14 દિવસ કવોરન્ટીનમાં રહ્યા પછી યાજ્ઞિકે BCCI પ્રોટોકોલ અનુસાર 2 વખત કોવિડ-19 ટેસ્ટ કરાવવા પડશે. બંને ટેસ્ટ નેગેટિવ આવે, તે પછી તેને UAEમાં 6 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે અને વધુ 3 વખત ટેસ્ટ કરાવવો પડશે. તે ત્રણેય નેગેટિવ આવ્યા બાદ જ યાજ્ઞિક ટીમ સાથે જોડાય શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular