IPL માટે UAE રવાના થઈ ટીમો : રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ PPE કિટ પહેરી, પંજાબના ખેલાડી પણ રવાના; આવતીકાલે ચેન્નાઇ અને મુંબઇની ટીમ UAE જશે

0
0

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સની ટીમ ગુરુવારે UAE જવા રવાના થઈ છે. રાજસ્થાનના ખેલાડીઓ PPE કિટ પહેરીને રવાના થયા છે. જ્યારે પંજાબના ખેલાડીઓએ માસ્ક અને ગ્લવ્ઝ પહેર્યા હતા. ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ શુક્રવારે રવાના થશે.

આ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે 20 ઓગસ્ટ પછી તમામ ફ્રેન્ચાઇઝને UAE જવાની પરવાનગી આપી છે.

સ્મિથની ગેરહાજરીમાં જયદેવ રાજસ્થાનની કપ્તાની કરશે

  • ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ શ્રેણીને કારણે રાજસ્થાન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, જોસ બટલર અને જોફ્રા આર્ચર શરૂઆતના 10 દિવસ સુધી ટૂર્નામેન્ટ રમી શકશે નહીં.
  • સ્મિથની ગેરહાજરીમાં, જયદેવ ઉનાડકટ ટીમનું નેતૃત્વ કરશે. તેની કેપ્ટનશિપ હેઠળ સૌરાષ્ટ્રની ટીમ આ વર્ષે રણજી ટ્રોફી જીતી હતી.

શમી અને પંજાબની ટીમે ફોટા શેર કર્યા

તે જ સમયે, પંજાબના ઝડપી બોલર મોહમ્મદ શમીએ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તમામ ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેઠા જોવા મળે છે. બધાએ સુરક્ષા માટે માસ્ક અને ગ્લવ્ઝ પહેર્યા છે. પંજાબ ફ્રેન્ચાઇઝે ફોટો શેર કરતાં લખ્યું હતું કે, “આપણા બોય્ઝ દુબઇના લાયન છે.” બધા અધિકારીઓ અને ખેલાડીઓ દુબઈ પહોંચ્યા પછી કવોરન્ટીનમાં રહેશે.

https://www.instagram.com/p/CEGO4SlJ4CV/?utm_source=ig_embed

CSK શુક્રવારે રવાના થશે, હરભજન નહીં જાય

  • CSKની ટીમ શુક્રવારે રવાના થશે, હરભજન નહિ જાયમહેન્દ્રસિંહ ધોનીની ટીમ શુક્રવારે UAE જવા રવાના થશે.
  • ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ હરભજન ટીમની સાથે નહિ જાય. તે એક અઠવાડિયા કે 10 દિવસ પછી દુબઇ પહોંચી શકશે.
  • તે જ સમયે, અંગત કારણોસર ચેન્નાઇમાં ટ્રેનિંગ કેમ્પમાં ભાગ ન લઈ શકનાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટીમ સાથે દુબઈ જવા રવાના થશે.
  • હરભજન ઉપરાંત, દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ અને લુંગી ગિડી સપ્ટેમ્બરની શરૂઆતમાં દુબઈ પહોંચશે.
  • ઇમરાન તાહિર, મિશેલ સેન્ટનર અને ડ્વેન બ્રાવો હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં રમી રહ્યા છે, તેથી આ ખેલાડીઓ પાછળથી ટીમમાં જોડાશે.

UAEમાં 7 દિવસ કવોરન્ટીનમાં રહેવું પડશે

  • UAEમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ટ્રેનિંગમાં જોડાતા પહેલા 7 દિવસ માટે કવોરન્ટીનમાં રહેવું પડશે. આ સમય દરમિયાન કોઈ પણ એકબીજાને હોટેલમાં મળી શકશે નહીં.
  • આ દરમિયાન, દરેકનો પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવા આપવામાં આવશે. ત્રણ નેગેટિવ રિપોર્ટ બાદ જ તેમને બાયો-સિક્યુરિટી વાળા વાતાવરણમાં એન્ટ્રી મળશે. ટૂર્નામેન્ટમાં દર 5મા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે.

બાયો-સિક્યુરિટી વાતાવરણ તોડવા સામે BCCIએ ચેતવણી આપી છે

  • BCCIએ ખેલાડીઓ અને સ્ટાફ સહિત દરેકને કડક ચેતવણી આપી છે કે ભૂલથી પણ બાયો-સિક્યુરિટી વાતાવરણના નિયમો તોડવા નહીં.
  • બાયો-સિક્યુરિટીના ઉલ્લંઘન કરનારાઓને 7 દિવસ માટે કવોરન્ટીન રહેવું પડશે. છઠ્ઠા અને સાતમા દિવસે કોરોના ટેસ્ટ થશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેઓ બાયો-સુરક્ષિત વાતાવરણમાં પાછા આવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here