IPLની 13મી સિઝનની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે કિંગ્સ ઈલેવન પંજાબ સામે શારજાહ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. છેલ્લા 5 મુકાબલામાં પંજાબે રાજસ્થાનને 4 વખત માત આપી છે. સાથે જ 2014માં શારજાહમાં જ બન્ને ટીમોનો સામનો થયો હતો, જેમાં પંજાબે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું હતું.
લીગમાં આ પંજાબની ત્રીજી અને રાજસ્થાનની બીજી મેચ છે. પંજાબે 1 મેચ જીતી અને 1માં તેને હાર મળી. સાથે જ રાજસ્થાને પોતાના પહેલા મુકાબલામાં ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવ્યું હતું. ગત મેચની જેમ આ મેચમાં પણ રાજસ્થાનને સંજુ સેમસન અને પંજાબને કેપ્ટન લોકેશ રાહુલ પાસેથી મોટી ઇનિંગ્સને અપેક્ષા હશે.
લીગમાં સૌથી મોટો સ્કોર બનાવનાર ભારતીય રાહુલ છે
બેંગલોર વિરુદ્ધ રાહુલે શાનદાર 132 રનની ઇનિંગ્સ રમી હતી. આ લીગમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ઋષભ પંતે 128 રન કર્યા હતા. આ મામલે ક્રિસ ગેલ 175ના સ્કોર સાથે ટોપ પર છે. સૌથી વધુ સદીના મામલે પણ ગેલ(6) સૌથી આગળ છે.
બન્ને ટીમના મોંઘા ખેલાડીઓ
રાજસ્થાનમાં કેપ્ટન સ્મિથ 12.50 કરોડ અને સંજૂ સેમસન 8 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘા પ્લેયર છે. સાથે જ પંજાબમાં કેપ્ટન લોકેશ રાહુલ 11 કરોડ અને ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘા પ્લેયર છે.
પિચ અને વેધર રિપોર્ટ
શારજાહમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 27થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે.અહીંયા સ્લો વિકેટ હોવાના કારણે સ્પિનર્સને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.
આ મેદાન પર યોજાયેલી કુલ T-20: 13
- પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતીઃ 9
- પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતીઃ04
- પહેલી ઇનિંગ્સમાં ટીમનો સરેરાશ સ્કોરઃ149
- બીજી ઇનિંગ્સમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 131
હેડ-ટૂ-હેડ: રાજસ્થાન અને પંજાબ વચ્ચે અત્યાર સુધી 19 મેચ રમાઈ છે. રાજસ્થાને 10 અને પંજાબે 9 મેચ જીતી છે. ગત સિઝનની વાત કરવામાં આવે તો પંજાબે બન્ને મુકાબલામાં રાજસ્થાનને હરાવ્યું હતું.
IPLમાં રાજસ્થાનનો સક્સેસ રેટ પંજાબથી વધુ
IPLનો પહેલો ખિતાબ(2008) જીતનાર રાજસ્થાન રોયલ્સે લીગમાં અત્યાર સુધી 148 મેચ રમી, જેમાં 76 જીત્યું અને 70 હાર્યું છે. 2 મુકાબલામાં પરિણામ આવ્યા ન હતા. સાથે જ પોતાના પહેલા ખિતાબ માટે રાહ જોઈ રહેલી પંજાબે અત્યાર સુધી 178માંથી 83 મેચ જીતી અને 95 હારી છે. આ રીતે લીગમાં રોયલ્સનો સક્સેસ રેટ 51.35% અને પંજાબનો 46.62% રહ્યો છે.